________________
૧૯૬ (૧) જેમ ભૂમિમાં ઉગેલું વૃક્ષોનું મૂળ તાજું હોય અર્થાત્ નવું જ ઉગેલું હોય અને તે સાજું હોય એટલે કોઈ તેને છેદે નહીં, કાપે નહીં, તો તે ઉગ્યું છતું, વૃદ્ધિ પામ્યું છતું, વ્રતોરૂપી વૃક્ષ ફાલ્યું-ફૂલ્યું થાય છે. તથા તેમાંથી મનને ઈષ્ટ એવું મુક્તિ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. માટે આ સમ્યકત્વ એ જ ધર્મ-વૃક્ષાદિનું મૂળ છે. આવું સતત વિચારવું તે પ્રથમ ભાવના છે.
(૨) જેમ કોઈ પણ નગરમાં પ્રવેશ કરવો હોય તો તે નગરને દરવાજા હોય છે. ચારે બાજુ બનાવાયેલા કોટને એક-બે-ત્રણ-ચાર ઇત્યાદિ દરવાજા હોય છે. તો જ નગરમાં લોકોનો વસવાટ થાય છે. રહેવું સુકર બને છે. પ્રવેશ-નિષ્ક્રમણ સુલભ બને છે. તેમ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે આ સમ્યકત્વ એ જ દ્વાર છે. કારણ કે સમ્યકત્વ વિના નવ પૂર્વાદિનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે. અને દેશવિરતિ કે સર્વવિરતિ પણ અવિરતિ ગણાય છે. એકડા વિનાનાં મીંડાં ગણાય છે. માટે સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે. એમ સતત વિચારવું તે બીજી ભાવના છે.
(૩) જેમ સાત માળ આદિની મોટી હવેલી ચણવી હોય તો તેનો પાયો તેટલો ઉંડો લેવો પડે છે. જો પાયો જ ખોટો હોય તો મોટા મકાનનું મંડાણ શોભાસ્પદ નથી. દીર્ઘજીવી તે મકાન બનતું નથી. તેમ આ સમ્યકત્વ એ ધર્મરૂપી મોટી હવેલી ચણવા માટે પાયાસ્વરૂપ છે. તેના વિના ધર્મરૂપી હવેલી ચણી શકાતી નથી. અને ચણીએ તો તે ટકી શકતી નથી. એમ સતત વિચારવું તે ત્રીજી ભાવના છે.
(૪) જેમ ઘરમાં રહેલાં હીરા-માણેક-પન્ના આદિ રત્નોને સાચવવા માટે તિજોરી-ભંડાર અથવા કબાટ જોઈએ છે. તો જ તે રત્નો સુરક્ષિત રહે છે. તેવી જ રીતે વિનય-વિવેક-સ્વાધ્યાય-સમતા આદિ આત્માના અનેક ગુણોરૂપી રત્નોને સાચવવા માટે આ સમ્યકત્વ એ ભંડાર-તિજોરીઅને કબાટ સમાન છે. તિજોરી જેવા સાધન વિના રત્નો છુટાં છુટાં સુરક્ષિત રહેતાં નથી. તેવી રીતે આ સમ્યકત્વ ગુણ વિના વિનય-વિવેકવ્રતો આદિ રૂપ ગુણો પણ સુરક્ષિત રહેતા નથી. કારણ કે રત્નોને ચોરવા જેમ ચોરો તાકીને જ બેઠા હોય છે. તેમ આત્માના ગુણોરૂપી રત્નોને ચોરવા કષાયો, વિષયવાસના આદિ ચોરો આ આત્મામાં જ અનાદિકાળથી ભવો ભવમાં તાકીને બેઠેલા છે. આવું વિચારવું તે ચોથી ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org