________________
૧૯૪ પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીયે, તેણે કારણ રે સમકિત શું ચિત્ત થોભીયે. ૫૮ થોભીએ ચિત્ત નિત એમ ભાવી. ચોથી ભાવના ભાવિયે, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ; તેહ વિના છુટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચોર જોર ભવે ભવે. ૫૯
સમ્યકત્વ એ ધર્મ રૂપી પ્રાસાદ ચણવા માટે પીઠિકા (પાયા) સમાન છે. અર્થાત્ સમ્યકત્વરૂપી મજબૂત પાયો જો કર્યો હોય તો તેના ઉપર ચણેલો મોટો એવો પણ ધર્મરૂપી પ્રાસાદ ડગે નહીં, કારણ કે ખોટો પાયો હોય તો મોટા પ્રાસાદનું મંડાણ ન શોભે. તે કારણથી સમ્યકત્વની સાથે ચિત્તને (મજબૂત રીતે) સ્થિર કરીએ. ૫૮
ચિત્તને સદા સમ્યકત્વમાં સ્થિર કરવા માટે હવે ચોથી ભાવના આ પ્રમાણે ભાવવી કે “સમ્યકત્વ એ સર્વે ગુણોરૂપી રત્નોને સાચવવા માટે ભંડાર (તિજોરી) તુલ્ય છે. એમ મનમાં લાવવું. તે ભંડાર વિના છુટા છુટાં રત્નો તુલ્ય મૂલગુણ અને ઉત્તરગુણી સુરક્ષિત કેવી રીતે રહે? કારણ કે જે ગુણોની ચોરી કરવા માટે (ગુણોને હરી જવા માટે) ભવોભવમાં કષાયો રૂપી જોરાવર ચોરો તાકીને બેઠા છે. ૫૯
ભાવો પાંચમી રે, ભાવના સમદમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે, સમકિત ભાજન જો મળે, શ્રુત શીળનો રે તો રસ તેહથી નવી ઢળે. ૬૦ નવી ઢળે સમકિત ભાવના રસ અભિય રસ સંવર તણો, ષટ ભાવના એ કહી એહમાં કરો આદર અતિ ઘણો; ઈમ ભાવતાં પરમારથ જલનિધિ હોય નિત્ય ઝક ઝોલ એ, ઘન પાવન પુણ્ય પ્રમાણ પ્રગટે ચિદાનંદ કિલ્લોલ એ. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org