________________
૧૯૨
(૫) ગુરુઅભિયોગ-આપણાથી જે જે વડીલ કુટુંબીઓ હોય, જેમકે- માતા-પિતા-દાદા-દાદી-કાકા-કાકી-મામા-મામી-મોટાભાઇ આદિ મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે તેઓના દબાણથી, અથવા તેઓ ધર્મપ્રિય હોય છતાં મોહની પરવશતાથી આપણને અન્ય દેવાદિને નમનાદિ કરવાનું દબાણ કરે તો તે પાંચમો “ગુરુઅભિયોગ” કહેવાય છે.
(૬) વૃત્તિદુર્લભ-ધંધા-રોજગાર ન હોવાથી અથવા તેમાં ક્ષતિ આવવાથી આજીવિકા ચાલવી-ચલાવવી જ્યાં ઘણી મુશ્કેલ હોય, તથા ભયંકર કોઇ જંગલાદિમાં ફસાઇ પડ્યા હોઇએ તેના કારણે ત્યાંના લોકોની પરવશતાના કારણે અનુચિત નમન-વંદનાદિ કરવાં પડે તે “વૃત્તિદુર્લભ” નામનો છઠ્ઠો આગાર જાણવો.
શાસ્ત્રમાં જ કહ્યું છે કે
राया पुराइसामी, जणसमुदाओ गणो बलं बलिणो । જાતિ વંળાડું, વિ પણ તહે સુવિ॥ સ. સ. પુર્ गुरुणो कुदिट्टिभत्ता, जणगाई मिच्छदिट्टिणो जे उ । તારો ઓમારૂં, સીયામિદ વિત્તિ તારું ॥ સ. સ. ૧૫ न चलन्ति महासत्ता, सुभिज्जमाणा वि सुद्धधम्माओ । પતિ ચતળમાવે, નમો ન પË ॥ સ. સ. ૪
સમ્યક્ત્વવ્રતવાળા સત્ત્વશાળી જીવો પ્રાણાન્તનો પ્રસંગ આવે તો પણ શુદ્ધધર્મથી ચલિત થતા નથી. તેઓને આગાર હોતા નથી. પરંતુ જે તેવા પ્રકારના દૃઢ નથી. તેવા સમ્યક્ત્વી જીવોને ઉપરોક્ત છ આગારો છે. છ આગારો સેવવા છતાં પણ સમ્યક્ત્વવ્રતનો ભંગ થતો નથી. માત્ર તેમાં અતિચાર-દોષ લાગે છે જે દોષની નિંદા-ગર્લ અને આલોચના કરીને શુદ્ધ થવાય છે. આ છ આગાર ઉપર માલવદેશની ઉજ્જયિની નગરમાં ધનસાર નામના સાર્થવાહની રંભા નામની પત્ની “મૃગાંકલેખા”ની કથા છે. તે સમ્યક્ત્વ સપ્તતિકા ગ્રંથમાં છે. ત્યાંથી જાણી લેવી. ૫૧ થી ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org