Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૦ ખરી રીતે તો જેવું બોલ્યા હોઈએ તેવું પાલવું જોઈએ. કારણ કે સજ્જન પુરુષો હાથીના દાંત જેવા વચનવાળા હોય છે. માત્ર દુર્જન પુરુષો જ કાચબાની ડોક જેવી પ્રતિજ્ઞાવાળા હોય છે. પર
નગરાદિનો જે માલિક રાજા કહેવાય, તેની આજ્ઞાના દબાણથી કાર્તિક શેઠની જેમ અન્યને નમવું પડે તો પણ મિથ્યાત્વનો યોગ થતો નથી. પ૩
માણસોનું ટોળું તે ગણ કહેવાય, તેવા જનસમુહનું જે દબાણ તે ગણાભિયોગ, ચોર, લશ્કર, લુંટારા, ધાડપાડુ, આદિનું જે દબાણ તે બલાભિયોગ, ક્ષેત્રપાળ આદિ દેવોનું જે દબાણ તે દેવાભિયોગ, અને માત-પિતાદિ વડીલોનું જે દબાણ તે ગુરુઅભિયોગ. પ૪.
આજીવિકા ચાલવી મુશ્કેલ હોય, અથવા ભયંકર જંગલાદિમાં ફસાઈ પડ્યા હોઇએ તે વૃત્તિર્લભ આ છે કારણોસર સમ્યકત્વથી અન્ય આચાર સેવીએ તો પણ દૂષણ લાગતું નથી. પપ.
વિવેચન- સમ્યક્ત્વવ્રતી જીવો મિથ્યાદષ્ટિ દેવ-ગુરુને નમન-વંદન કરે નહીં તથા અન્ય ધર્મ કે ધર્મની સેવા-પૂજા કરે નહીં છતાં તેમાં નીચેનાં છ કારણોસર નમન-વંદન કરવું પડે તો તેને “આગાર” કહેવાય છે. આગાર એટલે છુટ, તે છ પ્રકારે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કેआगारा अववाया छच्चिय कीरंति भंगरक्खट्ठा । रायगणबलसूरक्कमगुरुनिग्गहवित्तिकंतारं ॥ स. स. ५१॥
જે જીવો સમ્યકત્વાદિ વ્રતમાં અતિશય દઢ છે. તથા શારીરિક અને માનસિક સ્થિતિથી મજબૂત છે. તેઓ તો તેમાં અપવાદ સેવતા નથી. કારણકે કે તે સાત્ત્વિક પુરુષો દંતિદંત=હાથીના દાંત જેવા હોય છે. જે એકવાર મુખમાંથી બહાર નીકળ્યા. તે કદાપિ અંદર જતા નથી. તેવી રીતે જે એકવાર પ્રતિજ્ઞા લીધી તે પ્રાણાન્ત પણ પાળે છે પરંતુ જે તેવા નથી. તેઓ નીચે મુજબના છ પ્રસંગોમાં ઢીલા થઈ જાય છે. કારણકે દુર્જન માણસો કાચબાની ડોક જેવા હોય છે. કાચબો ઢાલની બહાર આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org