________________
ઢાળ અગિયારમી અધિકાર અગિયારમો
છ પ્રકારની ભાવના ભાવિજે રે સમકિત જે હથી અડું, તે ભાવના રે ભાવો કરી મન પરવ; જો સમકિત રે તાજું સાજું મૂળ રે, તો વતત દીએ શિવફળ અનુકૂળ રે. પ૬ અનુકૂલ મૂળ રસાલ સમકિત તેહ વિણ મતિ અંધ એ, જે કરે કિરિઆ ગર્વ ભરિયા, તેહ જુઠો ધંધ એ; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મ-પૂરનું, એહવી એ પાવના. ૫૭
ગાથાર્થ : જે (ભાવનાઓ)થી રૂડું (સુંદર) એવું સમ્યકત્વવ્રત સુવાસિત કરી શકાય તેવી ઉત્તમ ભાવનાઓ મનને પ્રવર (શ્રેષ્ઠ-સુંદર) કરીને ભાવો. આ આત્મામાં સમ્યકત્વ રૂપી તાજું (નવું જ ઉગેલું) મૂળ (મૂળીયું) જો (કપાયા વિનાનું) સાજું જ રહે તો તેમાંથી ઉગેલું વ્રતરૂપી વૃક્ષ આ આત્માને મનગમતું એવું મોક્ષરૂપી ફળ અવશ્ય આપે છે. પ૬
તે કારણથી સમ્યકત્વરૂપી (વૃક્ષનું) મૂળ તે રસથી ભરેલું છે અને આત્માને (આત્મઋદ્ધિ આપવામાં) અનુકૂળ છે. તે સમ્યકત્વવ્રત વિના બુદ્ધિ અંધ છે. એમ જાણવું. સમ્યકત્વ વિના મિથ્યાત્વ અને અજ્ઞાનથી ગર્વ પૂર્વક જે ધર્મક્રિયા કરે છે તે સર્વે જુઠી ધાંધલમાત્ર સમજવી. એમ “સમ્યક્ત એ ધર્મનું મૂળ છે.” એવી ગુણોથી રૂડી પહેલી ભાવના ભાવવી. હવે “સમ્યક્ત એ ધર્મનગરનું દ્વાર છે.” એવી બીજી ભાવના સાંભળો. ૫૭. ત્રીજી ભાવના રે સમકિતપીઠ જો દઢ ગ્રહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org