________________
૧૯૫ હવે “સમ્યકત્વ એ ગુણોનો આધાર છે” એવી પાંચમી ભાવના ભાવીએ. જેમ પૃથ્વી સર્વેનો આધાર છે. તેમ સમ્યકત્વ એ શ્રેષ્ઠ એવા સમતા અને દમન (સંયમ) આદિ ગુણોનો આધાર છે. તથા “સમ્યકત્વ એ ભાજન છે” એવી છઠ્ઠી ભાવના ભાવીએ, જો સમ્યકત્વ રૂપી પાત્ર આપણી પાસે હોય તો શાસ્ત્રજ્ઞાન રૂપી અને સંસ્કારરૂપી રસ તે પાત્રમાંથી ઢળે નહીં. ૬૦.
સમ્યકત્વગુણનો રસ તો ન ઢળે પરંતુ અમૃતના રસની તુલ્ય સંવરનો રસ પણ ન ઢળે. આ છએ ભાવનાઓ ઉપર અતિશય આદરમાન કરો. આ પ્રમાણે છએ ભાવનાઓ ભાવતાં તત્ત્વજ્ઞાનના બોધરૂપી સમુદ્ર સદા છલોછલ ભરેલો રહે છે. અને ઉત્તમ પુણ્યરૂપી પવનના જોરદાર ઝપાટા જ્યારે તે સમુદ્રને લાગે છે. ત્યારે તો આ આત્મામાં આનંદના તરંગો ઉછળી ઉઠે છે. ૬૧.
વિવેચન-આ આત્મામાં પ્રાપ્ત થયેલું સમ્યકત્વ વધારે ને વધારે સ્થિર-મજબૂત થાય, કદાપિ ભાવિમાં ચલિત ન થાય તેટલા માટે નીચેની છ ભાવનાઓ પ્રતિદિન ભાવવી જોઈએ. આ ભાવનાઓ સમ્યકત્વને દૃઢ કરનારી છે.
૧) સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે. ૨) સમ્યકત્વ એ ધર્મનું દ્વાર છે. ૩) સમ્યકત્વ એ ધર્મનો પાયો છે. ૪) સમ્યકત્વ એ ધર્મની તિજોરી-ભંડાર છે. ૫) સમ્યકત્વ એ ધર્મનો આધાર છે. ૬) સમ્યકત્વ એ ધર્મનું ભાજન-વાસણ-પાત્ર છે.
સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. અને ધર્મપ્રપ્તિ માટે આ સમ્યક્ત્વ જ મૂળ છે. ધર્મરૂપી નગરમાં પ્રવેશવા માટે આ સમ્યકત્વ જ દરવાજા રૂપ છે. ઈત્યાદિ ભાવનાઓ મનમાં વારંવાર ભાવવાથી સમ્યકત્વ દૃઢ થાય છે. પરમાર્થ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ધર્મનો આનંદ રસ ઉછળે છે. જેમ સમુદ્રમાં પવન ફૂંકાવાથી મોટા-મોટા પાણીના તરંગો ઉછળે છે. તેમ આવી ભાવનાઓ ભાવવાથી પરમાર્થતત્ત્વની પ્રાપ્તિરૂપી સમુદ્રમાં પ્રબળ પુણ્યરૂપી પવન ફૂંકાવાથી જ્ઞાન અને આનંદરૂપી અથવા જ્ઞાનના આનંદરૂપી તરંગો ઉછળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org