Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૧
પણ સંકટ સમય આવે તો અંદર પેસી જાય તેમ દુર્જન માણસો પ્રતિજ્ઞા લે. પરંતુ સંકટ સમય આવે તો છોડી પણ દે. છતાં વ્રત પાલવાની તીવ્ર ઇચ્છા જીવંત હોય અને નીચે મુજબની પરવશતાથી જ દુઃભાતા મને દોષ
સેવવો પડતો હોય તો તેનાથી વ્રતભંગ થતો નથી. માત્ર અતિચારદોષ લાગે છે કે જેની નિંદા-ગર્હા-આલોચના લઇ શુદ્ધિ થાય છે. પરંતુ જો વ્રત પાલવા તરફ જ અરૂચિ હોય અને વ્રત ત્યજી દઇ હોંશે હોંશે દોષ સેવાય તો તે અતિચાર નથી. પરંતુ અનાચાર જ છે. જેથી વ્રતભંગ થાય છે. આ આગારો છ પ્રકારના છે. આગાર એટલે છુટ, કોઇ પણ પ્રકારના દબાણને વશ થવાથી અનુચિત પણ આચરવું પડે તેને “આગાર” કહેવાય છે. જેમકે
(૧) રાજાભિયોગ-ગામનો, નગરનો, પ્રાન્તનો કે દેશનો જે માલિક તે રાજા કહેવાય છે. રાજાની આજ્ઞાથી, રાજાના દબાણથી અન્ય આચરણ કરવું પડે અથવા રાજપુરુષો કે રાજા વડે નિયુક્ત પુરુષોના દબાણના કારણે અનુચિત નમન-વંદન-પૂજન આદિ કરવાં પડે તે પહેલો “રાજાભિયોગ” કહેવાય છે.
(૨) ગણાભિયોગ-લોકોનો સમૂહ, લોકોનું ટોળું, ઘણો જનસમુદાય તે ગણ કહેવાય છે. તેવા જનસમૂહના દબાણના કારણે પોતાની ઇચ્છા ન હોવા છતાં પણ અનુચિત આચરણ. મિથ્યાત્વીને નમન-વંદન આદિ કરવા પડે તે બીજો ગણાભિયોગ” કહેવાય છે.
(૩) બલાભિયોગ-ચોર, લુંટારા, લશ્કર, ધાડપાડુ જેવા બલવાન્ પુરુષોની પરવશતાથી અથવા બળવાન્ શત્રુ અને બળવાન્ કોઇ વ્યક્તિવિશેષની પરવશતાથી સમ્યક્ત્વને ન શોભે તેવા અન્ય દેવ-ગુરુ અને ધર્માદિને નમસ્કારાદિ કરવા પડે તે ત્રીજો “બલાભિયોગ” કહેવાય છે.
(૪) દેવાભિયોગ-ક્ષેત્રપાલ, કુલદેવ, કુલદેવી, ગોત્રદેવ, અથવા કોપાયમાન થયેલા કોઇ પણ પ્રકારના દેવ-દેવી આદિના પરવશપણાને લીધે અનુચિત નમન-વંદનાદિ કરવાં પડે તે ચોથો “દેવાભિયોગ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org