________________
તેના સ્થાને મૂક્યા. પોતાના નિયમના ભંગથી થયો છે પસ્તાવો જેને એવો મંત્રી પણ પ્રાયશ્ચિત્ત કરી ફરી સમ્યક્તવ્રત આરાધે છે. તેથી રાજા તેને પાછો મંત્રીપદે સ્થાપે છે. પરિવ્રાજકે પણ મૃત્યુના ભયથી રાજાના કહેવા પ્રમાણે જૈનધર્મ સ્વીકાર્યો.
હવે રાજાએ પોતાને મારવા પરિવ્રાજકને મોકલનાર) નીલરાજાનો નિગ્રહ કરવા વિચાર્યું. જો યુદ્ધ કરીએ તો ઘણા મનુષ્યોની હત્યા થાય. તેથી જે મૃગનું રૂપ કરીને આવ્યો હતો તે યક્ષને યાદ કર્યો. તે યક્ષ રાજાની ઇચ્છા મુજબ નીલરાજાને પકડી-બાંધીને અહીં લાવ્યો અને નલરાજાના પગમાં પડ્યો. નલરાજાએ કહ્યું કે હે નીલરાજા ! તેં આવું ખોટું કામ કર્યું છે તેથી બોલ તને શું શિક્ષા કરૂં ? નીલરાજાએ કહ્યું કે, હું તમારું શરણ સ્વીકારું છું. તેથી શરણે આવેલાનું જે થતું હોય તે કરો. તેથી તેને બંધન મુક્ત કરી, જૈનધર્મ પમાડી, બહુમાનપૂર્વક યક્ષ દ્વારા પોતાને નગર પાછો મોકલ્યો. નલરાજા પોતાના રાજ્યનું અને જૈનધર્મનું વિધિપૂર્વક પાલન કરે છે. ત્યાં ઉદ્યાનપાલકોએ સમાચાર આપ્યા કે આજે ગુણરત્નાકરસૂરિજી પધાર્યા છે. પરિવાર સહિત વંદન કરવા નલરાજા ગયો. ગુરુજીની પાસે ધર્મદેશના સાંભળી વૈરાગી થઈ પોતાના પુત્રને રાજ્યગાદી આપી નલરાજાએ દીક્ષા લીધી. ઉત્તમ આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. મંત્રી પણ દીક્ષા લઈ ઉત્તમ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ગયો. મંત્રીતિલકે અન્ય સાધુઓને દાનાદિ કરીને સમ્યત્ત્વની જેવી વિરાધના કરી તેની વિરાધના સમ્યગ્દષ્ટિ જીવોએ કરવી નહીં. એવો આ કથાનો સાર છે.
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આત્માએ છ જયણા પાળવી જોઈએ. જેનાથી સમ્યકત્વ ઝળકે છે. તથા સમ્યક્તપૂર્વકનો વ્યવહાર પણ શોભાયમાન થાય છે. છતાં તેમાં પણ કારણથી જયણા (અપવાદ) છે. અર્થાત્ જૈનશાસનની નિંદા થાય તેમ હોય અથવા ધર્મ કે ધર્મી જીવોને નુકશાન થાય તેમ હોય ઈત્યાદિ કારણો દેખાય તો ગુરુ લઘુભાવ (લાભાલાભ) જાણીને વર્તવું. એટલે આવા કારણોસર તે છ પ્રકારની જયણામાં ઘણાઘણા અપવાદ માર્ગો છે, તે અન્ય શાસ્ત્રોથી જાણી લેવા. ૫૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org