Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૬
લાગ્યા કે અમારાં પૂર્વભવનાં કોઈ પુણ્ય ઉદયમાં આવ્યાં કે જેનાથી તમારાં દર્શન થયાં અને વાણી સાંભળવા મળી. ઉત્તમ પુરુષોનો સંસર્ગ મહાપુણ્યથી જ થાય છે. તેથી હે ગુરુજી ! ઉત્તમધર્મનું અમારા યોગ્ય કર્તવ્ય અમને સમજાવો.
ગુરુજીએ કહ્યું કે જિનેશ્વર પરમાત્માને જ દેવ માનો, નિર્મમત્વયુક્ત મહાવ્રતધારી ગુરુને જ ગુરુ માનો. અને જીવ-અજીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરો. મિથ્યાદૃષ્ટિ સાધુઓનો સત્કાર, અશનાદિનું દાન, તેઓની સાથેનો પરિચય અને આલાપ-સંલાપ કરવો તે બધું સમ્યક્ત્વ રત્નની માલિન્યતા કરનારૂં છે. માટે તેનો ત્યાગ કરો. ગુરુજીનો ઉપદેશ સાંભળી મંત્રી સહિત રાજાએ ગુરુજી પાસે સમ્યક્ત્વ વ્રત ગ્રહણ કર્યું ત્યારબાદ નલરાજાએ ગુરુજીને પૂછ્યું કે હે ગુરુજી ! મનુષ્ય ભાષાએ બોલનારો આ મૃગ કોણ હતો ? કે જે મૃગે અમને તમારો મિલાપ કરાવ્યો. મુનિએ કહ્યું કે, હે રાજન્ ! તે મૃગ તારો ગયા ભવનો મિત્ર છે. અજ્ઞાન તપ કરવાથી મરીને તે યક્ષ થયો છે. તારા દર્શનથી તારા પ્રત્યે તેને અદ્ભુત પ્રીતિ થઇ છે અને મારા દર્શનથી તે યક્ષને ધર્મની પ્રાપ્તિ થઇ છે. તે યક્ષે જ મૃગનું રૂપ કરીને તને પ્રતિબોધ કરવા આ વ્યવસાય કર્યો છે. એટલામાં તે યક્ષે જ યક્ષરૂપે પ્રગટ થઇને મુનિને નમસ્કાર કરી સમ્યક્ત્વવ્રત સ્વીકારી રાજાને કહ્યું કે, હે રાજન્ ! કોઇ પણ સંકટ સમય આવે તો તું મારું સ્મરણ કરજે. જેથી તારા પુણ્ય કાર્યમાં હું ભાગીદાર થાઉં. ગુરુજી પાસે ધર્મશિક્ષા મેળવીને આનંદપૂર્વક સૌ પોતપોતાને સ્થાને ગયા.
રાજાએ તીર્થંકર ભગવાનની રત્નમય મૂર્તિ બનાવરાવી અને શાસનની ઉન્નતિ કરનારી ત્રિકાલ પૂજા રાજા કરે છે. જૈન સાધુઓની પરમ ભક્તિ કરે છે. તથા સાધર્મિક વાત્સલ્યાદિ ઉત્તમ ઉત્તમ ધર્મકાર્યો કરે છે. મંત્રી પણ રાજાની જેમ જ ધર્મ આચરે છે. એક વખત મંત્રીતિલક મંત્રીને તીવ્ર રોગ થયો. ઘણા વૈદ્યોએ ઉપચાર કર્યા પરંતુ તે નિરોગી ન થયો. પરંતુ પરિવ્રાજકના વેષને ધારણ કરનારા એક મિથ્યાર્દષ્ટિ સાધુ વડે તેનો ઉપચાર કરાયો અને દૈવયોગે મંત્રીનો રોગ મટી ગયો. તેથી મંત્રી પરિવ્રાજકનો પક્ષપાતી થયો. તથા સદા તેની પ્રશંસા કરવા લાગ્યો. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org