________________
૧૮૪
રાજ્યસભામાં આવવા દોને ! રાજાએ આવવાની હા કહેતાં દ્વારપાલે પંડિતને રાજ્યસભામાં પ્રવેશ આપ્યો. યોગ્ય આસને તે બેઠા રાજાએ પંડિતને પૂછ્યું કે તમે કુશલ છો ! પંડિતે કહ્યું કે મને કુશલ નથી. તથા તમને પણ કુશલ નથી. અને આ નગરજનોને પણ કુશલ નથી. ક્ષણવારમાં જ મહાભંયકર ઉપદ્રવ આવવાનો છે એવું મને જ્ઞાનથી દેખાય છે. રાજાએ ગુસ્સાપૂર્વક કહ્યું કે શું આકાશનું જ્યોતિષચક્ર ભૂમિ ઉપર પડીને ભૂમિને ચૂર્ણ કરી નાખશે ? અથવા શું કોઇ દેવ રાજાને સિંહાસન ઉપરથી પછાડશે? અથવા કલિયુગની આગ ફાટી નીકળશે ? કે શું મોટું વાવાઝોડું આવશે ? હે પંડિત ! કહો, તમારી જીભ શું કહે છે ? મતિસાગર મંત્રીએ કહ્યું કે હે રાજન્ ! આવું ક્રોધયુક્ત વચન બોલવાની શું જરૂર ! અકુશલ કેમ છે ? તેનું માત્ર કારણ જ પૂછોને ! ત્યારે રાજાએ શાન્ત થઇને અકુશલનું કારણ પૂછ્યું. એટલે પંડિત કહે છે કે
હે રાજન્ ! હમાણાં જ થોડી જ ક્ષણોમાં મુશલધારે વરસાદ વરસશે અને આખી પૃથ્વી મહાસાગર કરી નાંખશે. એવું બોલે છે ત્યાં જ આકાશમાં મેઘઘટા દેખાઈ. થોડી જ ક્ષણોમાં મુશલધારાએ વરસાદ તુટી પડ્યો. વિજળીના કડાકા-ભડાકા થવા લાગ્યા. ગાજવીજ સાથે મેઘ વરસવા લાગ્યો. થોડા જ સમયમાં લોકો દેખતે છતે આખા ગામને પાણીથી ભરીને રાજ્યસભામાં પણ પાણીનું પૂર આવ્યું. તેથી ભયભીત થયેલ રાજા સર્વ સભાજન અને મંત્રીગણ સાથે પોતાના પ્રાસાદના સાતમા માળે ચડ્યો. ત્યાં ચડીને રાજા પાણીનું ચારે દિશામાં તોફાન જુએ છે. તે પાણીમાં ડૂબતા અને તણાતા લોકો હે વત્સ ! હે તાત ! હે માત ! હે બન્ધુ ! હે ભગવાન્ ! અમને આ ઉપદ્રવમાંથી બચાવો ! બચાવો ! એવી ચીસો પાડે છે. ઘણા લોકો હે રાજન્ ! રક્ષણ કરો-રક્ષણ કરો એવી બૂમો પાડે છે. આ બધું રાજા જેટલામાં જુએ છે તેટલામાં તો પાણીનું પૂર સાતમા માળ સુધી આવ્યું તે જોઇને રાજા મતિસાગરને કહેવા લાગ્યો કે હે મંત્રી ! હવે મૃત્યુ નજીક આવ્યું. મેં મારો જન્મ વૃથા ગુમાવ્યો, મનુષ્ય જન્મ પામી કંઇ પણ ધર્મકાર્ય ન કર્યું. ચિંતામણિરત્ન હું હારી ગયો. હવે હું શું કરું ! કોને શરણે જાઉં ! ઇત્યાદિ પોતાના જીવનનો પસ્તાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org