Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૨
૫-૬ આલાપ-સંલાપ - હૈયાના સદ્ભાવપૂર્વક મિથ્યાદૃષ્ટિ ધર્મગુરુઓની સાથે “તમારું કલ્યાણ થાઓ, તમારું સ્વાગત હો, ભલે પધાર્યા.” ઈત્યાદિ માન-સન્માન વાચક શબ્દોથી બોલવું. વાતચીત કરવી તે આલાપ, અને આવું વારંવાર બોલવું તે સંતાપ, સમ્યગ્દષ્ટિ આત્માઓએ અન્યધર્મીઓની સાથે આવા આલાપ-સંતાપ વર્જી દેવા જોઈએ કહ્યું છે કે
सप्पणयं संभासणकुसलं, वो सागयं व आलावो । સંભાવો પુછાd, સુહદાવોસપુછાઓ | સ. સ. ૧૦
આ ચારે જયણા ઉપર નલરાજા અને મસ્ત્રીતિલકની કથા જાણવા જેવી છે. તે બન્નેની કથા આ પ્રમાણે છે :
આ પૃથ્વી ઉપર અનુપમ તિલક સમાન “વિજય” નામનું નગર હતું. ત્યાં ભારે પરાક્રમવાળો “નલ” નામનો રાજા હતો, તેને બુદ્ધિનો ભંડાર એવો “મન્નીતિલક” નામનો મસ્ત્રી હતી. રાજા મંત્રી ઉપર રાજ્યનો ભાર નાખીને સુખપૂર્વક દિવસો પસાર કરે છે. એક વખત મંત્રીઓ સાથે રાજા શિકાર અર્થે અરણ્યમાં ગયો. શિકાર કરતાં કરતાં મંત્રી સહિત રાજાએ એક સ્થાને મનુષ્યની ભાષાથી બોલનારો મૃગ જોયો. જેટલામાં રાજા ધનુષ્યની દોરી ઉપર બાણ ચડાવે છે. તેટલામાં જ મૃગ મનુષ્યની ભાષાથી કહેવા લાગ્યો કે, હે રાજન ! શિકારના વ્યસનમાં આસક્ત એવો તું આ મૃગોને હણે છે. પરંતુ ક્ષત્રિયપુરુષોના ફૂલને કલંક લાગે તેવું આ કાર્ય તારે કરવું યોગ્ય નથી. કારણ કે તૃણ માત્રનો આહાર કરનારા, અશરણ્ય અને નિરપરાધી એવા પ્રાણીઓને હણતાં હે રાજન્ ! શું તું લજ્જા પામતો નથી ? શું આ મૃગો તારા શરીરના વૈરી છે ! શું તારો ભંડાર લુંટ્યો છે ! શું તારા અંતઃપુરમાં પ્રવેશ કર્યો છે! કે તારો શું અપરાધ કર્યો છે કે જેથી તું હણે છે ? ઇત્યાદિ વાણી સાંભળી વિસ્મિત થયેલો રાજા મંત્રીને કહે છે કે, હે મંત્રી ! આ મૃગ હોઇને મનુષ્યભાષાએ કેમ બોલે છે ! મંત્રીએ કહ્યું કે, હે રાજન ! આ મૃગ નથી. પરંતુ કોઈ દેવ અથવા દાનવ છે. તે હવે શું કરે છે તે જાણવું હોય તો જલ્દી જલ્દી તેની પાછળ આપણે જઈએ. રાજાએ કહ્યું કે, હા એ વાત બરાબર છે. એટલે હરણની પાછળ પાછળ રાજા અને મંત્રી વેગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org