________________
1
૧૮૦
મૂર્તિ છે. તેમને નમસ્કાર કરી સેવા કરે. અથવા મારી પ્રતિમા બનાવી પ્રતિદિન પૂજા કરે. ઉપરનાં કાર્યોમાંનું કોઇ પણ કાર્ય કરે તો જ આ તારી પત્નીને મુક્ત કરું. ત્યારે કુમારે તેના પ્રત્યે કહ્યું કે, મારા પ્રાણ જાય તો પણ જિનેશ્વર પરમાત્મા, સુસાધુ અને સાધર્મિકને છોડીને અન્ય દેવાદિને હું નમસ્કાર કરતો નથી. તથા નરકગતિનું પ્રધાન કારણ એવો જીવવધ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યક્ત્વની વિરાધના અને જીવોનો વધ એ અનંતવા૨ નરકગતિમાં પતનનો હેતુ બને છે. તેથી હે રાક્ષસ તારે પણ આવું કાર્ય કરવું ઉચિત નથી. રાક્ષસે કહ્યું કે અહીં જ જિનેશ્વરની પ્રતિમાવાળું મંદિર છે ત્યાં હું નમન-વંદન કર. આ સાંભળી હર્ષિત થયેલો કુમાર જ્યાં અરિહંત ભગવાનની પ્રતિમા જુએ છે ત્યાં બૌદ્ધ મતાવલંબી સાધુઓ તેઓની વિધિ પ્રમાણે અરિહંત પ્રભુની મૂર્તિની પૂજા કરતા જોયા. આવા પ્રકારની મિથ્યાર્દષ્ટિ વડે ગૃહીત જિનપ્રતિમાને નમનવંદન કરવાથી સમ્યક્ત્વની હાનિ થશે. એમ સમજી રાક્ષસને કહે છે કે, તમે મારું મસ્તક છેદી નાખો તો પણ આ પ્રતિમાને હું નમીશ નહીં. તેથી વધારે કહેવાથી શું લાભ ! હે રાક્ષસ ! તને ઠીક લાગે તેમ કર, પરંતુ હું ત્યાં નમન નહીં કરું. એ સમયે રાક્ષસ વડે વધુ ગળી જવાતી તે બાલા અતિ કરુણ સ્વરે રડતી અને કંપતી બોલી કે, હે નાથ ! આ રાક્ષસથી મારું રક્ષણ કરો. રક્ષણ કરો. રાક્ષસે પણ કહ્યું કે, હે રાજપુત્ર! જો ઉપરનાં કાર્યો તું ન કરી શકે તો એક બકરો મારા ભોજન માટે આપ. જો નહીં આપે તો તારી આ ભાર્યાને ગળીને તને પણ ગળી જઇશ. કુમારે કહ્યું કે, પ્રલયકાળ આવે તો પણ હું જીવવધવાળું તારું વચન માનીશ નહીં. માટે તારે જેમ કરવું હોય તેમ કર.
જ્યારે કુમાર કોઇપણ રીતે સમ્યક્ત્વથી ચલિત થયો નહીં. ત્યારે તે રાક્ષસ પોતાનું મૂલ દૈવિક રૂપ પ્રગટ કરીને કહેવા લાગ્યો કે, હે કુમા૨! તમે ધન્ય છો, તમે ધન્ય છો. પોતાના નિયમનો પ્રાણાન્તે પણ ત્યાગ કરતા નથી તેથી સાહસિક પુરુષોમાં શિખરભૂત એવા તમને મારા નમસ્કાર. તમે જે એક સ્ત્રીની ખાતર નગર, સ્વજનો, રાજ્ય અને દરિયામાં ઝંપાપાત કરવા દ્વારા જીવન પણ ત્યજ્યું. તે જ તમે પ્રાણાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org