________________
૧૭૮ ગગનતલ સુધી ઉછળતા કલ્લોલોના સમૂહવાળા મોટા સમુદ્રમાં અમારાં વહાણો ચાલતે છતે એક ઊંચા પર્વતના શિખર ઉપર કલ્પવૃક્ષની એક શાખા ઉપર અનેક સખીઓ સાથે આનંદ-ગોષ્ઠી કરતી સર્વસ્ત્રીઓમાં તિલકભૂત, સુંદર આભરણોથી સુશોભિત દેહવાળી અને વીણા વગાડતી એવી એક દિવ્ય તરૂણીને અમે જોઈ. ત્યારબાદ અમે અમારાં વહાણો તે તરફ વાળ્યાં કેટલામાં અમારાં વહાણ ત્યાં પહોંચ્યાં. તેટલામાં તેણીએ કલ્પવૃક્ષ સાથે સમુદ્રના પાણીમાં ઝંપાપાત કર્યો.
આ કૌતુક જોઈને હે મિત્ર ! હું અહીં આવ્યો છું. આ સાંભળીને સંગ્રામસૂર તે સ્ત્રીનો અભિલાષુક થયો. તેણે પોતાના આ મિત્રને કહ્યું કે, મને તું તે સ્ત્રી દેખાડ. પિતાએ નિષેધ કરવા છતાં સંગ્રામસૂર આ જ મિત્રની સાથે ફરીથી વહાણી ભરીને દરિયાઈ માર્ગે ચાલ્યો. જ્યારે પુનઃ તે સ્થાને પહોંચ્યા. ત્યારે તે સ્ત્રીએ કામદેવ જેવા રૂપવાળા સંગ્રામસૂરને જોઈને વ્યાક્ષિપ્ત ચિત્તવાળી થઈ છતી અને દર્શન માત્રથી સંગ્રામસૂરના મનને આકર્ષતી છતી પૂર્વની જેમ દરિયામાં પડી. તે સ્ત્રી તરફ આકર્ષાયેલો સંગ્રામસૂર પણ મિત્રાદિ પરિજન વડે વારણ કરાવા છતાં તલવારની સાથે તે સ્ત્રી પાછળ દરિયામાં પડ્યો. દરિયાના પાણીમાં જ્યાં ઊંડો જાય છે. ત્યાં જયકાન્ત મણિના પ્રભાવથી દરિયાની અંદર સાત માળ જેટલો એક પ્રાસાદ દેખીને વિચારે છે કે, પાણીની અંદર સાત માળની આ હવેલી કેમ રહી શકી હશે ! આવો વિચાર કરતાં જ તેને જલકાન્ત મણિનો પ્રભાવ સ્મૃતિગોચર થયો. તેથી તે હવેલીના ઉપલા માળથી ઉતરીને નીચેના સાતમા માળે ગયો. ત્યાં કલ્પવૃક્ષની શાખા ઉપર શોભાયમાન પલંગ ઉપર સૂતેલી અને ઓઢેલા વસ્ત્રવાળી તે જ સ્ત્રીને જોઈ. તે સ્ત્રી તરફ આકર્ષાયેલા સંગ્રામસૂરે ઓઢેલું વસ્ત્ર દૂર કર્યું. પરસ્પર એક બીજાના દર્શનથી બન્ને અત્યંત ખુશ થયાં. સ્ત્રીએ કુમારને નામ-સ્થાન-કુલાદિપુળ્યાં, સંગ્રામસૂરે પોતાનો પરિચય આપ્યો, પછી સંગ્રામસૂરે તેણીને પરિચય આપવા કહ્યું : ત્યારે તે સ્ત્રી કહે છે કે
હે આર્યપુત્ર ! આ જ ભરતક્ષેત્રના વૈતાદ્યપર્વત ઉપર દક્ષિણ દિશાની શ્રેણી ઉપર રથનુપુર ચક્રવાલ નગરના સ્વામી વિધુ—ભ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org