________________
૧૭૭
ઋષિને કે જેઓએ પશુઓને પણ પ્રતિબોધ કર્યો છે અને હું મનુષ્ય થઇને નિરપરાધી જીવોને મારૂં છું. ખરેખર મને પ્રતિબોધ હોજો. એમ વિચારી કૂતરાઓને બંધનથી મુક્ત કરી કહ્યું કે, જેનાથી તમે પ્રતિબોધ પામ્યા તે ગુરુની પાસે મને લઇ જાઓ.
ધનુષ્યની દોરીમાંથી જેમ બાણ છૂટે તેમ આ કૂતરાઓ ગુરુના ચરણ પાસે પહોંચી નમન-વંદન કરી તેઓની પાસે બેઠા. કૌતુકથી આશ્ચર્યવાળું થયું છે મન જેનું એવા તે કુમાર પણ શિકારના શોખીન મિત્રો સાથે ગુરુ પાસે આવી નમન કરીને કહ્યું કે, હે ગુરુજી ! અમને પણ ધર્મનું રહસ્ય સમજાવો. ગુરુજીએ તેઓની સમક્ષ ધર્મ સમજાવ્યો કે અઢાર દોષ ર્જિત જે જિનેશ્વર ભગવાન છે. તે જ સાચા દેવ છે. માટી અને કંચન જેને સમાન છે તે જ સાચા ગુરુ છે. જીવદયા એ જ સાચો ધર્મ છે. હંમેશાં આ રત્નત્રયીનું સેવન કરવું જોઇએ. ત્રણે કાળે થયેલા તીર્થંકર ભગવંતો આમ જ કહે છે કે, “સર્વે જીવો હણવા જોઇએ નહીં.’’ કહ્યું કે જ્યાં પરલ્સ પીડા ન જાયવ્યાપરને પીડા આપવી નહીં. આવું ભણાયું નથી. તેવા ઘણા અભ્યાસવડે પણ શું! ગુરુજીએ આપેલા આવા ઉપદેશને ચિંતામણિ રત્નની જેમ ગ્રહણ કરીને નિરતિચાર સમ્યક્ત્વ યુક્ત નિરપરાધી જીવોના વધની વિરતિનું વ્રત સ્વીકાર્યું, પોતાને ધન્ય માનતો ગુરુને નમીને ઘેર ગયો. પ્રતિબોધ પામેલા કૂતરાઓ પણ તિર્યંચભવને ઉચિત ધર્મનું આરાધન કરે છે.
સૂરસેન રાજાએ જાણ્યું કે કુમારે શિકાર છોડી દીધો છે અને હવે સમ્યક્ત્વપૂર્વક જીવવધની વિરતિ સ્વીકારી છે. તેથી બોલાવીને સન્માનપૂર્વક યુવરાજપદે સ્થાપન કર્યો. આ કુમારનો મિત્ર ‘“મિત્રસાગર” નામનો દરિયાઇ મુસાફરી દ્વારા ઘણું ધન ઉપાર્જન કરીને ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી પોતાના મિત્ર સંગ્રામસુર પાસે ગયો. આલિંગન કરવાપૂર્વક ભેટી ઘણો જ આનંદ પામ્યા. સંગ્રામસુરે મિત્રસાગરને પૂછ્યું કે, હે મિત્ર! તું પરદેશ બહુ ફરી આવ્યો છે. તો શું શું કૌતુક જોયાં ! તે કહો. ત્યારે મિત્રસાગર કહે છે કે, હે મિત્ર ! મેં એક આશ્ચર્યકારી કૌતુક જોયું છે. તે તમે સાવધાન મનથી સાંભળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org