________________
૧૮૧
પણ ગ્રહણ કરેલો નિયમ ન ત્યજ્યો. તથા સ્ત્રી, ધન, અને રાજ્યાદિ ખાતર દરિયામાં ઝંપાપાત કરનારા ઘણા છે. પરંતુ પ્રાણાન્તે પણ નિયમ ભંગ ન કરનારા પુરુષો વિરલ છે. સૌધર્મેન્દ્રે દેવસભામાં તમારી સમ્યક્ત્વવ્રતની દૃઢતાની પ્રશંસા કરેલી. તે સહન ન કરતા મારા વડે તમારી આ પરીક્ષા કરાઇ છે. હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે કંઇક વરદાન માંગો. અત્યન્ત નિઃસ્પૃહ એવો કુમાર કહે છે કે, મારે કોઇ અપેક્ષા નથી. ત્યારબાદ ગાન્ધર્વ વિધિથી આ બન્નેનો વિવાહ કરાવીને દેવ સ્વર્ગમાં ગયો. સંગ્રામસૂર મણિમંજરી સાથે ભોગોને ભોગવતો જલકાન્ત મણિથી બનાવેલા આ ભવનમાં રહે છે. આ હકીકત પ્રજ્ઞપ્તિ નામની દેવીએ મણિમંજરીના પિતાને કહી. મણિમંજરીના પિતા આ સમાચાર જાણીને ઘણા ખુશ થયા. અને બહુ પરિજન સાથે આવીને ઘણા જ માન-સન્માન સાથે “પદ્મિનીસંડ' નામના કુમારના નગરમાં સ્ત્રી સહિત કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. કુમારના પિતા સૂરસેન રાજાએ સંગ્રામસૂરનો રાજ્યાભિષેક કરીને દીક્ષા લીધી. અને આત્માની સાધનામાં લાગ્યા. સંગ્રામસૂરરાજા પણ ન્યાય-નીતિપૂર્વક નિરવદ્યપણે રાજ્ય પાલતો છતો અમારિઘોષણા તથા અનેક જિનમંદિરો કરાવતો નિરતિચાર સમ્યક્ત્વ યુક્ત શ્રાવકધર્મ પાલીને પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને મોક્ષે જશે. આ પ્રમાણે સંગ્રામસૂરની જેમ સમ્યક્ત્વવ્રતવાળાએ નમન-વંદનની જયણા પાલવી જોઇએ. ૪૬-૪૭
૩-૪ દાન અને અનુપ્રદાન ગૌરવ અને બહુમાનપૂર્વક ઇતરધર્મના સાધુ આદિને આહાર-વસ્ત્ર-પાત્ર અને ઔષધાદિ આપવાં તે દાન, અને વારંવાર આપવાં તે અનુપ્રદાન. આ બે કાર્યો ન કરવાથી સમ્યક્ત્વ દીપે છે. શોભે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે
गडरवपिसुणं वियरणमिट्ठासणपाणखज्जसिज्जाणं ।
तं चिय दाणं बहुसो, अणुप्पयाणं भूणी बिंति ॥ स. स. ४९ ॥ હવે પછી લખાતી મન્ત્રીતિલકની કથા અહીં સમજી લેવી. ૪૮
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org