Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 184
________________ ૧૮૩ વેગે ચાલ્યા. કંઇક આગળ ગયા ત્યાં અપૂર્વ ધ્યાનસ્થ એવા એક મુનિને જોયા. તે મૃગે કહ્યું કે હે રાજન્ ! તમે બન્ને ઘોડા ઉપરથી ઉતરી આ મુનિને વંદન કરો, તેઓએ તે પ્રમાણે મુનિને વંદન કર્યું. મુનિએ ધ્યાન પાળીને ધર્મલાભ”ની આશિષ આપી. રાજા અને મંત્રી ધર્મ સાંભળવા માટે પૃથ્વીપીઠ ઉપર યોગ્ય આસને બેઠા, એટલે મુનિએ ધર્મદેશના શરૂ કરી, હિંસા, અમૃત, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહ આ પાંચે મહાપાપ છે. નરકનો માર્ગ છે. તે તજવાં જોઇએ. જિનેશ્વરપ્રભુની સેવા કર્તવ્ય છે. નિર્મળ સમ્યક્ત્વવ્રત સ્વીકારો. ધર્મ જ આ જીવનમાં કરવા જેવો છે. આવી ધર્મદેશના સાંભળી નળરાજા ધર્મની ભાવનાવાળો થયો. ત્યારબાદ ઉત્તમરાજ લક્ષણોથી સુશોભિત દેહવાળા મુનિને જોઇને રાજાએ પૂછ્યું કે, હે ગુરુજી ! શારીરિક તે તે લક્ષણોથી તમે રાજકુમાર હોવા છતાં દીક્ષા કેમ લીધી ? તમને વૈરાગ્ય થવાનું કારણ શું ? મુનિએ કહ્યું કે, હે રાજન્ ! આ સંસારની તમામ સ્થિતિ જ વૈરાગ્યનું કારણ છે. છતાં મારા જીવનમાં જે બન્યું તે તમે સાંભળો : સિદ્ધપુર નામના નગરમાં ભુવનસાર નામના રાજાને કનકશ્રી નામની રાણી હતી. તેને બુદ્ધિધન એવો “મતિસાગર” મંત્રી હતો. એક વખત દક્ષિણ દિશાથી જાણે દૈવિક નૃત્ય કરતા હોય તેવું સુંદર નૃત્ય કરનારાઓનો એક ગણ રાજસભામાં આવ્યો. રાજાની આજ્ઞા થતાં તેઓએ દેવોના મનને પણ લોભાવે તેવું નૃત્ય શરૂ કર્યું. આખી રાજસભા અને નગરજનો જુએ છે. તથા પડદા પાછળ બેઠેલી રાણીઓ પણ પડદાના છિદ્રોમાંથી જુએ છે. આ નૃત્ય જોવામાં રાજા અત્યન્ત લયલીન થયો તેવામાં દરવાજેથી પ્રતિહારીએ આવીને રાજાને કહ્યું કે હે રાજન્ ! શ્વેત વસ્ત્રધારી અષ્ટાંગનિમિત્ત જાણનાર અને હાથમાં છે પુસ્તક જેને એવો એક પંડિત દ્વારે આવ્યો છે. રાજ્યસભામાં તેને પ્રવેશ આપવો કે નહીં ? તે આદેશ કરો. રાજાએ કહ્યું કે હે પ્રતિહારિ ! આવું સુંદર નાટક જોવાનું ચાલે છે ત્યાં અત્યારે પંડિતનું શું કામ છે ? માટે તે પંડિતને જવા દે. ત્યારે મતિસાગર મંત્રીએ કહ્યું કે હે રાજન્ ! આવું નૃત્ય તો ઘણીવાર જોવા મળશે, પરંતુ અષ્ટાંગનિમિત્ત જાણનાર પંડિત મળવા દુર્લભ છે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210