________________
૧૮૫
કરતો રાજા જ્યાં બોલે છે. ત્યાં જ પાણીનું પુર રાજાના પગ સુધી આવ્યું. અને રાજા પંચપરમેષ્ઠિનો નમસ્કારમંત્ર જ્યાં ગણે છે તેટલામાં ત્યાં એકમોટું વહાણ આવ્યું. અને રાજાને વહાણ ચલાવનાર કહે છે કે, તે રાજન્ ! આ વહાણમાં બેસો. રાજા અને મંત્રી સમજે છે કે આપણા પુણ્યથી આકર્ષાયેલા કોઇ દેવે આપત્તિમાંથી રક્ષા કરવા આ વહાણ મોકલ્યું હશે. એમ સમજી જ્યાં વહાણમાં પગ મૂકે છે કે, તુરત જ ત્યાં પાણી પણ નથી. વહાણ પણ નથી. અને આકાશમાં મેઘ ઘટા પણ નથી. જેવી રાજસભા પ્રથમ હતી તેવી જ રાજસભા અને નૃત્યાદિ રાજાએ જોયાં. તે જોઈને આશ્ચર્ય પામેલા રાજાએ પંડિતને કહ્યું કે, હે સિદ્ધપુત્ર! આ શું છે? પંડિતે કહ્યું કે હે રાજન્ ! તમારા વિસ્મય માટે મારા વડે આ સર્વ ઈન્દ્રજાલ કરાઈ છે અને સંકેલી લેવાઇ છે.
હે રાજન્ ! આ સંસારની પણ તમામ લીલા ઇન્દ્રજાલ તુલ્ય છે. રૂપ, પ્રેમ, બલ, સંપત્તિ, આયુષ્ય, યૌવન અને અંગનાદિજન્ય સુખો વાયુથી ફરકતી ધ્વજા તુલ્ય ચંચલ અને અસ્થિર છે. આ મનુષ્યભવાદિ સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી અતિદુષ્કર છે. ઇત્યાદિ વૈરાગ્યવાહી ઉપદેશથી રાજાને પંડિતે નિર્વેદ અને સંવેગ પરિણામી બનાવ્યો. રાજા પંડિતનું ભાવપૂર્વક બહુમાન કરી વિદાય આપીને પડદાની પાછળ બેઠેલી પોતાની રાણીઓને પૂછે છે કે નાટક કેવું હતું ? તથા આ ઇન્દ્રજાલ કેવી હતી? રાણીઓએ કહ્યું કે, નાટક મનને ઘણો જ આનંદ પમાડે તેવું હતું. અને ઇનદ્રજાલ તો અલૌકિક હતી કે જે તમારી કૃપાથી જોઇ, રાજાએ કહ્યું કે, હે રાણીઓ! આ સંસાર પણ તેવી ઈન્દ્રજાલ જેવો જ છે. ક્યારે આપણું આયુષ્ય વીજળીના ચમકારાની જેમ પૂર્ણ થઈ જશે તે કંઈ કહી શકાતું નથી. તેથી હું રાજ્ય છોડી પ્રવ્રજ્યા સ્વીકારવા ઇચ્છું છું. એમ કહી થોડાક સમયમાં પોતાના પુત્ર શ્રીવિક્રમને રાજ્ય ઉપર સ્થાપન કરી ઘણું દાન આપી મહોત્સવપૂર્વક દીક્ષા લીધી. આ ભુવનસાર નામનો જે સિદ્ધપુરનો રાજા હતો તે જ હે નલરાજા ! હું છું. આ પ્રમાણે મુનિએ પોતાનું સાંસારિક જીવન નલરાજાને વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ થાય તે માટે કહ્યું. તે સાંભળી નલરાજા અને મત્રીતિલક મંત્રી મુનિને કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org