Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૯
વિદ્યાધરની “મણિમંજરી' નામની પુત્રી છું. હું જ્યારે યુવાવસ્થા પામી ત્યારે મારા પિતાએ એક નિમિત્તિયાને મારો પતિ કોણ થાશે ! તે વિષે પુછ્યું, ત્યારે નિમિત્તીયાએ કહ્યું કે, દરિયામાં તમારી કન્યા નિવાસ કરશે અને ત્યાંના પર્વતના શિખર ઉપર કલ્પવૃક્ષની શાખા ઉપરના પલંગ ઉપર બેઠેલી વીણા વગાડતી હશે. ત્યારે તેણીને અનુરૂપ તેની પાછળ દરિયામાં ઝંપાપાત કરનાર સૂરસેનરાજાનો પુત્ર સંગ્રામસૂર તેનો પતિ થશે. તેથી મારા પિતાએ જલકાન્ત મણિની આ હવેલી બનાવી આપી છે. વીણા વગાડતી હું અહીં રહું છું આ પ્રમાણે પરસ્પર અતિશય સ્નેહપૂર્વક બન્નેનો વાર્તાલાપ જ્યાં ચાલી રહ્યો છે. ત્યાં અચાનક શું બન્યું તે હવે સાંભળો. (ઇન્દ્ર મહારાજા દેવસભામાં સંગ્રામસૂરના સમ્યક્ત્વગુણની પ્રશંસા કરે છે તે પ્રશંસા ન સહન કરનાર એવો એક દેવ રાક્ષસનું રૂપ કરીને ત્યાં આવે છે અને પરીક્ષા કરે છે.)
ઉગ્ર ધારવાળી તલવારોનો સમૂહ છે હાથમાં જેને એવો અતિશય કાળા વર્ણવાળો, વિકરાલ રૂપવાળો, એક રાક્ષસ ત્યાં આવીને કુમારને કહે છે કે, હે રાજપુત્ર ! સાત દિવસથી ભૂખ્યા એવા મારું આ કન્યા તો ભક્ષ્ય છે. તેને પરણવાને તું કેમ ઇચ્છે છે ! જો તું સાહસ કરીશ તો નક્કી હું તને મારી નાખીશ. એમ કહીને કંપાયમાન શરીરવાળી આ મણિમંજરી નામની બાળાને પગના તળીયાથી ગળવા લાગ્યો. કુમારે ખડ્ગ તૈયાર કર્યું તો રાક્ષસે પોતાના ખડ્ગ વડે કુમારનું ખડ્ગ ભાંગી નાખ્યું. કુમારે બાહુથી યુદ્ધ કર્યું. તો રાક્ષસે તે કુમારને ભૂમિતલ ઉપર પાડીને બન્ને હાથ પાછળ વાળીને બાંધી લીધો. ત્યારબાદ કંઇક હસીને રાક્ષસ કુમારને કહે છે કે, હે રાજપુત્ર ! હું આ તારી પત્નીને તો જ મુક્ત કરું કે જો તું મારી ક્ષુધા શાન્ત કરવા બીજી સ્ત્રી આપે, અથવા તારા ગામમાં સ્કૂલ-સ્તનાદિ વાળી ઘણી દાસીઓ છે તેમાંથી કોઇ પણ એક દાસી મારી ક્ષુધા-અગ્નિ શાન્ત કરવા માટે આપે, અથવા ગામની નજીક ચરક અને પરિવ્રાજક એવા મારા ધર્મગુરુઓ છે તેઓના ચરણકમલમાં નમસ્કાર કરી સેવા કરે, અથવા અમારા મંદિરોમાં ત્રણે ભુવનનું સર્જન-સંહાર અને પાલન કરનારા હિર-હર અને વિષ્ણુ આદિ ભગવાનોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org