________________
૧૭૪ ધર્મમાં પ્રેરે છે. આમ થવાથી સત્યમાર્ગ લોપાય છે. વારંવાર તેઓના પરિચયથી સમ્યકત્વી જીવો સમ્યકત્વમાં ઢીલા થાય છે. તેઓનાં મિથ્યાત્વપોષક કાર્યોમાં ભાગ લેવો પડે છે. માટે વંદન-નમન-દાનઅનુપ્રદાન-આલાપ અને સંલાપ ન કરવાનું કહે છે. પરંતુ તેઓ પ્રત્યે પ-ઇર્ષ્યા કે દાઝ રાખવી નહીં. તેઓનું અપમાન કરવું નહીં. તેઓનું મન દુઃખાય તેવી રીતભાતથી સમ્યગ્દષ્ટિ જીવો સદા દૂર રહે છે. પરંતુ જેને સત્યતત્ત્વ મળ્યું છે તે અસત્યતત્ત્વમાં શા માટે પ્રેરાય ? સત્યતત્ત્વનો આગ્રહ અને પ્રેમ જ એવો હોય છે. કે અન્યત્ર જવાનું મન થતું નથી. અનંતભવોએ પણ દુર્લભ એવું આ સમ્યકત્વ રત્ન મળ્યું છે. તેનો પાવરતેજ અને મહિમા જ એવો હોય છે કે જે પોતાની જાતને (અહંકાર પદ વિના) ધન્ય ધન્ય માને છે.
વિશેષતા તો એ છે કે જિનપ્રતિમા હોય પરંતુ અન્યધર્મી લોકોના તાબામાં હોય, તેઓ તેને મન ફાવે તેમ પૂજતા હોય તો ત્યાં પણ વંદનનમન કરવું નહીં. કારણ કે આપણે જિનપ્રતિમા સમજીને નમીએ. પરંતુ તેઓ તો એમ જ સમજે કે જૈનો પણ અમારા માનેલા ભગવાનને પણ પૂજે છે. માટે જિનપ્રતિમા હોય તો પણ તેની માન્યતાની પુષ્ટિ થતી હોવાથી ત્યાં ન જવું. આ “વંદન ન કરવું.” ઇત્યાદિ છ વ્યવહારોથી પ્રાપ્ત થયેલું. સમ્યકત્વરત્ન દીપે છે. શોભે છે. ચમકે છે. તથા સમજીશોચીને વીતરાગ-સર્વજ્ઞને જ નમનાદિ કરવાના વ્યવહારો પણ શોભાયમાન થાય છે. જ્યાં ત્યાં ભટકતા જીવોના સાચા વ્યવહારો પણ (ખોટા વ્યવહારો સાથે હોવાથી) શોભતા નથી. આવી જયણા કુલ છ પ્રકારે છે. તેઓની સાથે છ પ્રકારના વ્યવહારો કરવા નહીં- તે છ જયણા જાણવી. (૧) વંદન-બે હાથ જોડીને વંદન કરવું તે. (૨) નમન-માથું નમાવી પ્રણામ કરવા તે. (૩) દાન-તેઓને ભક્તિભાવથી વસ્ત્ર-પાત્ર અને આહારાદિ આપવાં તે. (૪) અનુપ્રદાન-કુપાત્રમાં પાત્ર-બુદ્ધિએ વારંવાર દાન આપવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org