________________
૧૭૩
- ભક્તિ ભાવથી તે પરધર્મીઓને વારંવાર દાન કરવું તે અનુપ્રદાન. કુપાત્રમાં
પાત્ર બુદ્ધિએ જે દાન કરવામાં આવે તેમાં દોષ છે માટે તેને અનુકંપા દાન પણ કહેવાતું નથી. ૪૭-૪૮.
(૫) બોલાવ્યા વિના બોલવું તે આલાપ કહેવાય છે. અને (૬) તેઓની સાથે વારંવાર બોલવું તે સંલાપ કહેવાય છે. એમ જાણો. ૪૯
આ ૬ જયણા પાળવાથી સમ્યકત્વ દીપે છે. તથા વ્યવહાર પણ દીપે છે. જો કે અનિવાર્ય કારણોસર આ છ જયણાઓમાં પણ જયણા (છુટ-છાટ) હોય છે. તે જયણાના (છુટ-છાટના) અનેક પ્રકારો છે. ૫૦
. શાસ્ત્રમાં કહ્યું છે કેपरतित्थियाण तद्देवयाण तग्गहियचेइयाणं च । जं छव्विहवावारं, न कुणइ सा छव्विहा जयणा ॥ स. स. ४६॥ वंदणनमंसणं वा, दाणाणुपयाणमेसि वजेई । आलावं संलावं, पुव्वमणालत्तगो न करे ॥ स. स. ४७॥
વિવેચન-અન્યધર્મી લોકોના જે જે ધર્મગુરુઓ હોય જેવા કે સંન્યાસી, જોગી, ફકીર, પાદરી, બાવા, જતિ વગેરે, તથા તેમના જે જે દેવો હોય જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર, હનુમાનજી, બુદ્ધ, ઇસુ વગેરે તથા તેઓની માલિકી થઈ ચુકી હોય એવી અર્થાત્ તેમની માન્યતા અનુસાર પૂજનવિધિ કરતા હોય તેવી જિનેશ્વર પરમાત્માની મૂર્તિ આદિ હોય તે ત્રણેની સાથે (૧) વંદન, (૨) નમન, (૩) દાન, (૪) અનુપ્રદાન, (૫) આલાપ અને (૬) સંલાપ. આ જ પ્રકારના વ્યવહારો ન કરવા તે સમ્યકત્વવ્રતની છ જયણા કહેવાય છે.
પરતીર્થિકોને, તેમના દેવોને, અને તેમની માન્યતાવાળી જિનપ્રતિમાને વંદન-નમન આદિ કરવાથી તેમના ધર્મની પુષ્ટિ થાય છે. તેમનામાં મિથ્યાત્વનો વેગ વધે છે. તેઓ પોતાના ધર્મને વધુ સત્ય માનતા થાય છે. તેઓ અહંકાર આદિમાં પણ આવે છે કે દૃઢ જૈનો પણ અમને નમે છે. નમન કરતા જૈનોના દાખલા આપી બીજાને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org