________________
૧૭૧
આવું રાજવચન સાંભળીને વિલખો થયેલો અને જેનું મિથ્યાત્વ મોહ નાશ પામ્યું છે. તેવો આ વિજય જૈનધર્મને સ્વીકારનાર બન્યો. અને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં આ પ્રમાણે ઘણા લોકોને જૈનધર્મી બનાવી “આસ્તિકતા” ગુણનું પરમ આરાધન કરી પદ્મશેખર રાજા દેવલોકમાં ગયો. આ પદ્મશેખર રાજા આસ્તિકતા ગુણમાં જેમ દૃઢ હતા તેવું દૃઢ આસ્તિકપણું એ સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે.
આ પ્રમાણે સમ્યક્ત્વવ્રત જેનાથી જાણી શકાય એવાં સમ્યક્ત્વનાં કુલ પાંચ લક્ષણો છે. ઉપશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા સમ્યગ્દષ્ટિ જીવોએ આ પાંચે ગુણો પોતાના જીવનમાં સ્થિર કરવા જોઇએ. ઉપસર્ગો આવે તો પણ ચલિત ન થવું એ જ આ તત્ત્વનો સાર છે.
Jain Education International
થિથી
For Private & Personal Use Only
www.jainelibrary.org