________________
૧૭૦ ત્યાં રાજા વિજય સમક્ષ કહે છે કે (૧) દુઃખી માણસોને મારીએ તો એ જીવો સતિમાં જાય છે. એવું હું માને છે તો વધસ્થભે મર્યો છતો તું સગતિમાં જ જવાનો છે. આનાથી બીજું સારૂં શું હોઈ શકે? ત્યારે વિજય કહે છે કે, સદ્ગતિ કરતાં પણ જીવ જીવવાને જ ઇચ્છે છે. કારણ કે જીવતો જીવ ભદ્રા પામે. તેથી હે રાજન્ ! મને
જીવિતદાન આપો. ત્યારે કોપાયમાન થયેલો રાજા કહે છે કે, તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર બન્ને હાથમાં લઈને મારા ઘરથી નીકળી એક બિંદુ પણ ભૂમિતલ ઉપર પડે નહીં તે રીતે આખા નગરમાં ફરી પાછું મારી પાસે લાવો તો જ તને જીવિતદાન આપું. તેણે જીવવાની ઇચ્છાથી આ રાજવચન સ્વીકાર્યું.
હવે પદ્મશેખર રાજા ગામના લોકોને કહે છે કે, આ ગામના તમામ માર્ગો ઉપર બન્ને બાજુએ મનોહર વણા-વેણુ અને મૃદંગાદિ તમામ વાજીંત્રો વગાડો તથા રંભા-તિલોત્તમા જેવી રૂપવાન અને મનોહર શરીરવાળી નાચનારી સ્ત્રીઓના ગણનું નૃત્ય કરાવો. બળવત્તર સંયમી મુનિઓના મનને અને ચક્ષુરાદિ ઈન્દ્રિયોને ખેંચે એવા ભોગના વિષયો રસ્તાની બન્ને બાજુ ગોઠવો. આ બધી વ્યવસ્થા થયે છતે વિજય તેલપાત્ર લઈને રાજમાર્ગો ઉપર નીકળે છે. રસ્તાઓ ઉપર સ્થાને સ્થાને અતિશય રસિક વિષયો હોવા છતાં મરણના ભયથી ઇન્દ્રિયોના અને મનના વ્યાપારને રૂંધીને નગરમાં ફરે છે. એક પણ બિંદુ ન પડે તે રીતે સંપૂર્ણ સાવધાનીપૂર્વક નગરમાં ફરીને રાજાને
ત્યાં આવે છે. પાત્ર આપીને નમસ્કાર કરે છે. ત્યારે કંઇક હસીને રાજા કહે છે કે, હે વિજય! ચારે બાજુ મનોહર સંગીત અને નૃત્ય હોવા છતાં તારા વડે મન અને ઈન્દ્રિયોને કેમ રોકાયાં? વિજય કહે છે કે મરણના ભયથી મન અને ઇન્દ્રિયો રોકી શકાય છે. કારણ કે આ જગતમાં “જીવન'' સૌથી વધુ પ્રિય છે. ત્યારે રાજા કહે છે કે જો એકભવના મરણના ભયથી તું પોતે મન અને ઇન્દ્રિયોને રૂંધી શકે છે. તો જે ધર્મગુરુઓને ભવોભવના મરણનો ભય લાગ્યો છે તેવા વૈરાગી મુનિઓ મન અને અને ઇન્દ્રિયોનો નિરોધ કેમ ન કરી શકે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org