________________
૧૭૨
ઢાળ નવમી અધિકાર નવમો છ પ્રકારની જયણા
પરતીરથી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યાં વળી જેહ, વંદન-પ્રમુખ તિહાં નવી કરવું, તે જયણા ષભેદ રે,
ભવિકા ! સમકિત યતના કીજે, ૪૬ વંદન તે કર-જોડણ કહીએ, નમન તે શીષ નમાવે, દાન ઈષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભક્તિ દેખાવે રે, ભવિકા૦ ૪૭ અનુપ્રદાન તે તેહને કહીએ, વારંવાર જે દાન, દોષ કુપાત્રે પાત્ર મતિએ, નહીં અનુકંપા માન રે. ભવિકા ૪૮ અણ બોલાવ્યે જેહ બોલવું, તે કહીએ આલાપ, વારંવાર આલાપ જે કરવો, તે જાણો સંલાપ રે, ભવિકા૦ ૪૯ જે જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર, એમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે.ભવિકા ૫૦
ગાથાર્થ : પરધર્મીના જે ધર્મગુરુઓ, પરધર્મીના જે દેવો, તથા પરધર્મીઓએ પોતાના કજે કરેલાં જૈનચેત્યો અને જિનેશ્વરપ્રભુની પ્રતિમા આદિને વંદન નમન વગેરે કરવું નહીં તેને જયણા કહેવાય છે. તેના ૬ ભેદ છે. હે ભવ્ય જીવો ! તમે સમ્યત્વવ્રતની જયણાઓ પાળવામાં પ્રયત્ન કરો. ૪૬
(૧) બે હાથ જોડી પ્રણામ કરવા તે વંદન, (૨) મસ્તક નમાવી પ્રણામ કરવા તે નમન, (૩) તેઓનું માન-સન્માન અને ગૌરવ વધારવા પૂર્વક ભક્તિભાવથી ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્રાદિ આપવાં તે દાન, (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org