________________
૧૬૯ લેવાના ઉપદેશ તુલ્ય છે. વાચાલ એવો આ શ્રેષ્ઠિપુત્ર ભદ્રિક લોકોને પણ આવું સમજાવતો છતો સાચા માર્ગથી પતિત કરે છે. તેથી તેના પ્રતિબોધ નિમિત્તે રાજા “યક્ષ” નામના એક પુરુષને કહે છે કે, તારે કોઈ પણ રીતે વિજયની સાથે મૈત્રી કરીને મારા આ અલંકારો તેના અલંકારો રાખવાની પેટીમાં તેના અલંકારો સાથે મિશ્ર કરી દેવા. રાજાની આજ્ઞા પ્રમાણે તેણે વિજયની સાથે ગાઢ મૈત્રી કરીને તેને વિશ્વાસમાં લઈને અવસર આવે છતે તેમ કર્યું અને રાજાને કાર્ય કર્યાની જાણ કરી.
રાજાએ ગામમાં પડહ વગડાવવાપૂર્વક ઘોષણા કરાવી કે રાજાના ઘેરથી આવા આવા અલંકારો ચોરાયા છે. જેના ઘરે આવ્યા હોય તેઓએ આપી જવા. જો એમ કરશે તો ગુન્હો માફ કરાશે અને જો અર્પણ કરવામાં નહીં આવે તો મહાદંડ થશે. કોઈએ રાજઅલંકારો અર્પણ ન કર્યા. એટલે રાજસેવકો ઘરે ઘરે તપાસ કરે છે. તપાસતાં તપાસતાં વિજયના ઘરે આવે છે. અને વિજયની અલંકારોની પેટીમાંથી રાજઅલંકારો કાઢે છે.
રાજસેવકો - હે શ્રેષ્ઠિ પુત્ર ! આ શું છે?
શ્રેષ્ઠિપુત્ર - હું કંઈ જાણતો નથી. આ કેવી રીતે આવ્યા તેની મને ખબર નથી..
રાજસેવકો - તમે કંઈ નથી જાણતા એમ કેમ ? અર્થાત્ ન જાણતા હો એમ કેમ બને?
રાજસેવકો વિજયને પકડીને રાજા પાસે આવ્યા. રાજાએ ગુન્હો પુરવાર થવાથી ફાંસીની સજા ફરમાવી અને વધ કરનારાઓને સોંપ્યો. ચોરીનો માલ સાક્ષાત નીકળવાથી નિશ્ચિતપણે ચોર હોવાથી કોઈ લોકોએ તેને છોડાવ્યો નહીં. હવે તે વિજય પોતાના પરમમિત્ર “યક્ષ”ને કહે છે કે હે મિત્ર! કોઈ પણ રીતે તમે રાજાને મનાવો મને પ્રચંડ દંડથી છોડાવો અને મને જીવિતદાન આપો. ત્યારે યક્ષ રાજાને આ સઘળી વાત કરે છે. અને કહે છે કે કંઇક દંડ કરીને છોડી મૂકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org