________________
૧૬૭ નામે રાજા થઇશ. અને આ ત્રણે તારા મિત્રો ત્યાં પણ મિત્ર થશે. ચિત્રના અવલોકનથી મિત્રોની સાથે તને બોધિબીજ થશે. આવું સાંભળી તે દેવે જ સુરનરરાજને સ્વપ્નમાં આદેશ કર્યો અને આવું પૂર્વભવના વૃત્તાંતવાળું ચિત્ર બનાવરાવ્યું. તે જ શંખનો જીવ હું જય નામનો રાજા થયો છું અને આ ત્રણે મારા મિત્રો થયા છે. ચિત્રના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ જાણવાથી અમને સર્વેને મૂછ આવી છે. આ ચરિત્ર સાંભળીને ઘણા લોકોને કરુણા રૂપી અમૃતના ભાવ ઉત્પન્ન થયા. ત્યારબાદ ત્રણે મિત્રોની સાથે જય રાજાએ સર્વત્ર કરુણાનો ધોધ વરસાવ્યો. જિનમંદિરો તથા જીર્ણોદ્ધાર કરાવી ઘણા લોકોને જૈનધર્મી બનાવ્યા. આ પ્રમાણે જયરાજાની જેમ હૈયામાં કરૂણાના તીવ્ર ભાવ એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. ૪૪.
(૫) આસ્તિક્તા- જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે. એવી નિઃશંકપણે જે પરમ શ્રદ્ધા તે આસ્તિક્તા. પ્તિ નીવતિન્દ્ર તિ નતિ થી : જીવ-અજીવ-પૂર્વભવ-પરભવ-પુણ્યપાપ આદિ પરોક્ષ તત્ત્વો અવશ્ય છે જ એવી મતિ જેની છે તે આસ્તિક વીતરાગ ભગવાન્ રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. તથા પૂર્વાપર અવિરુદ્ધ વચન તેઓનું છે. માટે તેમના વચન પ્રત્યે પૂર્ણપણે જે શ્રદ્ધા તે આસ્તિક્તા. જિનેશ્વર પરમાત્માનાં વચનો સર્વથા નિર્દોષ છે કારણ કે વક્તા ૧૮ દોષો વિનાના છે. નિઃસ્વાર્થભાવે જગતનું સ્વરૂપ સમજાવનારા છે. પાંત્રીસ ગુણોથી ભરેલી વાણી છે. દેવ-દાનવ અને પશુ-પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજે આવી સરસોત્તમ વાણી બીજા કોઈની ન હોઈ શકે. આ સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
માિદ પડ્યો વો . સ. સ. ૪
અહીં આસ્તિક્ના લક્ષણ ઉપર પદ્રશેખર રાજાની કથા આ પ્રમાણે છે
ઉત્તમ પુરુષોએ કર્યો છે વાસ જેમાં એવું પૃથ્વીપુર નામનું નગર છે. ત્યાં પધશેખર નામનો ધર્મ અને ન્યાય-પ્રિય રાજા છે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org