________________
૧૬૫
નામના શ્રાવકની સાથે મિત્રતા થઈ. તે શ્રાવકે શંખને દુઃખનું કારણ પૂછ્યું. શંખે પોતાની સર્વ હકીકત કહી. સુબુદ્ધિએ શંખને કહ્યું કે, બકરાને તેં ન હણ્યો તે ઘણું સારું કર્યું. હિંસા એ તો મહાપાપ છે. આપણને જેમ આપણું જીવન પ્રિય છે તેમ સર્વ જીવોને જીવન પ્રિય છે દુઃખી, દીન, અને લાચાર જીવો ઉપર કરુણા-અનુકંપા કરવી જોઈએ. એમ ધર્મોપદેશ આપી મહામંગલકારી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્ર શીખવાડ્યો અને કહ્યું કે જ્યારે જ્યારે આપત્તિકાલ આવે ત્યારે આ મંત્રનું સ્મરણ કરજે. કહ્યું છે કે
यथा मेरुर्नगेन्द्राणां, मरुतां वासवो यथा । तथैव सर्वधर्माणां, प्रधानं जीवरक्षणम् ॥१॥ हेमधेनुधरादीनां, दातारः सुलभा भुवि । दुर्लभः स पुमाल्लोके, यः प्राणिष्वभयप्रदः ॥२॥ महतामपि दानानां, कालेन क्षीयते फलम् । भीताभयप्रदानस्य क्षय एव न विद्यते ॥३॥
સુબુદ્ધિ શ્રાવકે સમજાવેલું ધર્મનું રહસ્ય હૃદયમાં સ્થિર કરી શંખ એક સાર્થની સાથે આગળ ચાલ્યો. કેટલોક રસ્તો પસાર કરી રાત્રિકાલે કોઈક જગ્યાએ પડાવ નાખ્યો. ત્યાં ભિલ્લ લોકોએ ધાડ પાડી, કેટલાકને મારી નાખ્યા, કેટલાક ભાગી ગયા, કેટલાક પ્રહારોથી જર્જરિત થયા અને કેટલાકને બાંધીને લાવ્યા. શંખ સહિત દસ પુરુષોને બાંધીને ભિલ્લો લાવ્યા. પલ્લીપતિએ કહ્યું કે, હું અગિયારમો પુરુષ બાંધીને લાવું ત્યાં સુધી આ દશને તમે દેવીના મંદિરમાં રાખો. શંખ આપત્તિકાલ સમજીને નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. અગિયારમો પુરુષ બાંધીને લવાયે છતે આઠમનો દિવસ આવે છતે ચંડિકાના મંદિરમાં અગિયારનું બલિદાન કરવા ત્યાં લાવ્યા અને પલ્લીપતિએ તલવાર ઉંચી કરીને કહ્યું કે, ભૂતથી પરાભવ પામેલા મારા પુત્રના જીવિતવ્ય માટે મેં ચંડિકાદેવીને અગિયાર પુરુષોને હોમવાની પ્રતિજ્ઞા લીધેલી છે. તે તમારું બલિદાન કરીને હું પૂરી કરીશ. માટે તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. એમ કહી જેવી તલવાર ખેંચે છે તે જ સમયે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org