Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૬
ભીલ લોકો દોડતા દોડતા પલ્લીપતિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે પલ્લીપતિ! તમે જલ્દી ઘેર આવો. તમારો પુત્ર ભૂતથી મૂર્છિત થઈ ગયો છે. તેથી પલ્લીપતિ તે અગિયાર પુરુષોને તેમ જ મૂકી દઈને પુત્ર પાસે ગયો. ઘણા ઉપાયો કર્યા પરંતુ પુત્ર મૂર્છારહિત ન થયો. ત્યારે નવકારમંત્રના પ્રભાવને જાણતા શંખે એક ભિલ્લને હ્યું કે, જો પલ્લીપતિ આદેશ કરે તો હું તેમના પુત્રને રોગરહિત કરૂં. તે ભિલ્લે તુરત પલ્લીપતિને કહ્યું. પલ્લીપતિએ બહુમાનપૂર્વક તેને બોલાવી પુત્રને નિરોગી કરવા વિનંતિ કરી. શંખે એક વલય દોરી તેમાં પુત્રને બેસાડી પોતે પોતાના હૃદયકમલમાં અરિહંત અને સિદ્ધાદિ પંચ પરમેષ્ઠિને સ્થાપન કરી તે પુત્રના મસ્તક ઉપર હાથ મૂકી નવકારમંત્રના પ્રભાવથી તેના શરીરમાંથી ભૂત સંબંધી અંધકારને દૂર કર્યો. સજીવન થયેલા પુત્રે “અરે ! આ શું થયું” એમ આશ્ચર્ય પામી પિતાને ભેટી પડયો. પલ્લીપતિએ શંખને કહ્યું કે, હું તમારા ઉપર ખુશ થયો છું. કહો! તમારૂં પ્રિય શું કરું? શંખે કહ્યું કે આ બંદીવાનોને ભોજન કરાવી સન્માનીને મુક્ત કરો. પલ્લીપતિએ તેમ કર્યું. ત્યારબાદ પ્રતિદિન શંખ પલ્લીપતિને ધર્મનો ઉપદેશ કરે છે. નિરપરાધી જીવની હિંસા ન કરવાનાં વ્રત આપે છે. પલ્લીપતિ પણ શંખને પોતાને ત્યાં જ રાખી ગુરુની જેમ સેવા કરે છે અને ધર્મ સાંભળે છે.
હવે શંખને ઘેર જવાની ઇચ્છા થઈ, એટલે પલ્લીપતિએ ઘણું ધન તથા સેવક પરિવાર આપીને શંખને એના પિતા પાસે પહોંચાડ્યો. ઘેર જઈ પોતાની તથા ત્રણ મિત્રોની સઘળી વાત કરી. બધા જ પરિવારો આ સમાચાર સાંભળી ઘણું જ દુઃખ અને વિસ્મય પામ્યા. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખ જૈનશાસનની ઉન્નતિ કરતો, સર્વલોકોને ધર્મ પમાડતો, લોકોને હિંસાથી અટકાવી દયા દાનમાં જોડતો ઘણું પુણ્ય ઉપાર્જન ક૨ી દેવલોકમાં દેવ થયો. દેવભવનું થોડું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તે દેવે ભૂમિ ઉપર વિચરતા કોઈ કેવલજ્ઞાની ગુરુને પૂછ્યું કે હે ભગવાન્! મને આવતા ભવમાં બોધિબીજની પ્રાપ્તિ કેમ થશે? ગુરુજીએ કહ્યું કે, તું હસ્તિનાપુરનગરમાં સુરનર રાજાનો પુત્ર જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org