Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૪
હોવા છતાં રાજપુત્ર કામવાસનાને પરવશ થયો છતો જવા તૈયાર થયો, આ ચારે મિત્રો કાપાલિક સાથે વિન્ધ્યાચલ પર્વતની ગુફામાં યક્ષ મંદિરે ગયા. ત્યાં ધનથી ચાર બકરાને ખરીદી કાપાલિકે આ ચારે મિત્રોને એકેક આપ્યા અને હ્યું કે, તમે ચારે મારા ઉત્તરસાધક થાઓ. હું વિદ્યા સાધુ છું. તમે ચારે વ્યક્તિઓ આ એકેક બોકડાનો યક્ષની સામે બલિ આપીને બન્ને આંખો બંધ કરી નતમસ્તકે યક્ષના પગમાં નમીને ઉભા રહો. રાજપુત્ર ચંદન, પુરોહિત પુત્ર વિષ્ણુ, મંત્રીપુત્ર સુધી આ ત્રણે વ્યક્તિઓએ કાપાલિકે કહ્યું તેમ કર્યુ. પરંતુ શ્રેષ્ઠપુત્ર શંખે મનમાં વિચાર્યુ કે જીવોની હિંસારૂપ પાપથી વિદ્યાસિદ્ધિ કેમ થાય? અવશ્ય આમાં કંઇક કાપાલિકની માયા છે કારણ કે સિદ્ધિ તો ધર્મથી થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે
खणमित्तसुखकज्जे, जीवे निहणंति जे महामूढा । हरिचंदणवणखंडं, दहंति ते छारकज्जम्मि ॥१॥
ક્ષણ માત્ર સાંસારિક સુખની ખાતર જે મહામૂઢ પુરુષો જીવોને હણે છે તે રાખ ખાતર હિરચંદનનાં વૃક્ષોને બાળે છે એમ સમજી બકરાને હણવા ઇચ્છતો નથી. આંખો બંધ કરી યક્ષને નમીને ઉભો રહે છે. માયાવી કાપાલિકે તલવારની ધાર વડે બકરાની જેમ રાજપુત્ર, પુરોહિતપુત્ર અને મંત્રીપુત્રનો યક્ષની સામે વધ કર્યો. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખનો વધ ક૨વા તલવાર ખેંચે છે ત્યાં તેના પુણ્યબળથી યક્ષ પ્રગટ થઈ કાપાલિક ઉપર ગુસ્સે થયો. અને આવેશપૂર્વક કહ્યું કે, જો તું પ્રાણિવધ કરીશ તો તું જ નહીં રહે. તે જ સમયે અવસર મળવાથી શ્રેષ્ઠપુત્ર શંખ ત્યાંથી નીકળી ગયો અને વિચારવા લાગ્યો કે હિંસા એ તો મહાપાપ છે. મેં આ માયાવીનો સંગ કર્યો તો ત્રણ મિત્રોનો પણ ઘાત થયો. પાખંડી માણસો વંચનામાં જ તત્પર હોય છે. હવે ઘે૨ જઈ સ્નેહીઓને, કુટુંબીઓને અને મિત્રોના કુટુંબીઓને હું શું મુખ બતાવીશ? તેથી હવે તે દેશમાં જાઉં કે જ્યાં કોઈ જ્ઞાતિજન ન હોય. એમ વિચારી આગળ ચાલતાં કોઈ એક ગામમાં “સુબુદ્ધિ''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org