________________
- કોઈ પણ
દુખી
કરૂણાનો જ
૧૬૨ - (૪) અનુકંપા - કોઈ પણ જીવને દુઃખી દેખી તેનાં દુઃખો દૂર કરવાની જે લાગણી થાય, તેનાં દુઃખો દૂર કરવા જીવનનું જોખમ વેઠીને પણ જે પ્રયત્નો કરે. દીન-દુઃખી ઉપર કરૂણાનો ભાવ રાખે. કરૂણાનાં કાર્યો કરે તે દ્રવ્ય અનુકંપા તથા દીન-દુઃખી દરિદ્ર અવસ્થા જેનાથી આવે છે એવી ધર્મરહિત જે અવસ્થા છે તેને દૂર કરવાની જે લાગણી થવી તે ભાવદયા છે. દુઃખોનું મૂલકારણ પાપ છે. લોકોમાંથી પાપ-કષાય-હિંસા આદિ કેમ દૂર થાય તેવી લાગણી તથા તેવો પ્રયત્ન તે ભાવદયા છે. ધર્મથી પડતા જીવને ધર્મમાં સ્થિર કરે, લોકો તે ધર્મ કરવામાં જે જે વિપ્નો આવતાં હોય તેને દૂર કરે. ધર્મપોષક વ્યવહારો, રાજયનીતિ, સામાજિકનીતિ આદિનું સંરક્ષણ કરે તે બધી ભાવદયા જાણવી. કહ્યું છે કે, દિપ વાગ્યા !
दट्टण पाणिनिवहं, भीमे भवसायरम्मि दुक्खत्तं । .. अविसेसओऽणुकंपं, दुहावि सामथओ कुणइ ।
આ ભયંકર ભવસાગરમાં દુઃખથી પીડાયેલા પ્રાણીસમૂહને જોઇને દુઃખો દૂર કરવાની તથા દુઃખનાં કારણ પાપો દૂર કરવાની એમ બન્ને પ્રકારની અવિશેષે જે દયા તે અનુકંપા કહેવાય છે. આવી દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારની અનુકંપા એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. આ લક્ષણ ઉપર જયરાજાનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે
' આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં શ્રી જય નામનો રાજા હતો. એક વખત સવારના સમયે આ રાજા વિદ્વાનોની સાથે ધર્મચર્ચામાં તત્પર હતો. તે જ સમયે ઘણા લોકો હાથમાં ચંદન અને પંખા લઈને ચિત્રશાલા તરફ જતા હતા. તે જોઈને રાજાએ દ્વારપાલને પૂછયું કે આ શું છે? લોકો ચંદન અને પંખા સાથે કેમ દોડે છે? દ્વારપાલે કહ્યું કે હે રાજન્ ! તમારા જન્મ કાલે તમારા પિતાશ્રીએ સૂર્યોદય કાલે કોઈ એક સ્વપ્ન જાયેલું. તેથી તેઓએ કહેલું કે “મારી મૂર્તિ બનાવીને પટથી આચ્છાદિત કરીને દરરોજ પૂજવી.” તે જ રીતે આ મૂર્તિ પૂજાતી હતી. પરંતુ આજે તે જ રીતે પૂજા કરતાં સ્વછંદી અને કુતુહલપ્રિય એવા (૧) શતાનંદ, (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org