________________
૧૬૩ ગોવિંદ અને (૩) ધરણીધર વગેરે કુમારો જેટલામાં પટ (વસ્ત્ર) દૂર કરીને મૂર્તિને જુએ છે ત્યાં જ તેઓ મૂછિત થઈ ગયા છે. તેથી તેના પ્રતિકાર માટે લોકો દોડી રહ્યા છે. આ સાંભળી શોકાતુર થયેલ રાજા વૈદ્ય, મંત્રાવાદી અને દેવજ્ઞને સાથે લઈને કેટલામાં ત્યાં જાય છે તેટલામાં તે ચિત્ર જોઈને રાજા પણ મૂર્ણિત થયા. શોકસહિત પરિવાર વડે કરાતા શીતલ ઉપચારો દ્વારા રાજા મૂચ્છ રહિત થયો. તથા મિત્રો પણ મૂચ્છ રહિત થયા. આશ્ચર્ય સાથે લોકોએ મૂર્છાનું કારણ પૂછ્યું. ત્યારે સિંહાસનારૂઢ થઈને રાજાએ કહ્યું કે
ધનાઢ્ય એવું વિજયવર્ધન નામનું નગર હતું. ત્યાં શત્રુઓનો પરાભવ કરનારો પરાક્રમી શાર્દૂલ નામનો રાજા હતો. તેને આનંદા નામની પટ્ટરાણી હતી. તે દંપતીને ચંદનની જેમ લોકોના તાપને શમાવનારો ચંદન નામનો પુત્ર હતો, તે ચંદનને વિષ્ણુ નામના પુરોહિત પુત્ર સાથે, સુધી નામના મંત્રીપુત્ર સાથે, અને શંખ નામના શ્રેષ્ઠીપુત્ર સાથે અતિશય ગાઢ મિત્રતા હતી. તે ત્રણ મિત્રો સાથે રાજકુમાર ઘોડા ચલાવવાની ક્રીડા કરીને થાકેલો ઘટાદાર વૃક્ષની નીચે બેઠો. ત્યાં એક કાપાલિકને જોઈને નમસ્કાર કર્યા. તે કાપાલિકે આશીર્વાદ આપ્યો કે, હે ચંદન! તું નાગલોકની સ્ત્રીઓનો સ્વામી થઈશ. ચંદને પૂછ્યું કે, હે કાપાલિક ! હું માનવ છું. તે નાગલોકની અંગનાનો સ્વામી કેમ બની શકું? કાપાલિકે કહ્યું કે, ઉત્તમ પુરુષોને કંઈ જ અશક્ય નથી. ઉત્તમ પુરુષો કૌતુકોવાળી પૃથ્વી ઉપર ફરે છે. અનેક કૌતુકો જુએ છે અને અકથ્ય સંપત્તિ પામે છે. કાયર પુરુષો જ ઘરમાં બેસી રહે છે. તેથી રાજપુત્રે કાપાલિકને નાગલોકની અંગનાના મિલાપનો ઉપાય પુક્યો. કાપાલિકે કહ્યું કે, આ પૃથ્વી ઉપર વિંધ્યાચલ નામનો એક પર્વત છે. તેમાં નાગરવેલનાં અને સોપારીઓનાં વૃક્ષોની વચ્ચે એક યક્ષનું મંદિર છે ત્યાં મનોહર રૂપવાલી તે સ્ત્રીઓ આવે છે. તમે મારી સાથે ચાલો, હું તમને તે સ્ત્રીઓનો મેળાપ કરાવી આપું. રાજપુત્ર ત્યાં જવા ઉત્સુક થયો, બીજા મિત્રોએ કહ્યું કે આવા અજાણ્યા સાથે જવું તે ઉચિત નથી. આ પ્રમાણે મિત્રોનો નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org