________________
૧૬૮
રાજા વિનમંધરસૂરીશ્વરની પાસે જીવાદિ નવ તત્ત્વોના પરમાર્થને સમ્યગ્પ્રકારે જાણીને હ્દયમાં વજ્રલેપની જેમ ધારે છે. તેમના રાજ્યમાં જે જૈનધર્મને ન માને, તથા જૈનધર્મનું અને જૈનધર્મીનું બહુમાન ન કરે તેને દમન અને શિક્ષા દ્વારા માર્ગમાં લાવે છે. જેમ સારથિ વૃષભને માર્ગમાં લાવે તેમ રાજા લોકોને ધર્મમાં લાવે છે.
તે રાજા લોકો સમક્ષ ધર્મગુરુઓની આવી પ્રશંસા કરે છે કે જૈન ગુરુઓ અલ્પ પણ પ્રમાદ કર્યા વિના લોકો સમક્ષ જીવદયા સમજાવે છે. નાસ્તિકોને વાદમાં સરસ્વતીની કૃપાથી જીતે છે. સર્વ જીવો ઉ૫૨ સર્વકાલે કરુણા કરવામાં જ ઉદ્યમશીલ હોય છે. દુર્ધર એવા પ્રમાદરૂપી હાથીને હણવામાં સિંહ જેવા ધર્મગુરુઓ હોય છે. કામવાસના નષ્ટ કરેલી હોવા છતાં સિદ્ધિરમણીને પરણનારા હોય છે. સર્વથા પરિગ્રહનો ત્યાગ કર્યો હોવા છતાં ચારિત્રરૂપી રત્નને ધારણ કરનારા હોય છે. નિરુપમ ઉપશમરસથી ભરેલા હૃદયવાળા સદા અનુકંપામાં તત્પર હોય છે. રાગ-દ્વેષથી મૂકાયેલા આ ગુરુઓ સંસારભાવોથી સદા વિરક્ત હોય છે.
આવા પ્રકારે જૈનધર્મગુરુઓના ગુણો લોકો સમક્ષ ભક્તિરાગથી રાજા વર્ણવે છે. વળી લોકોને સમજાવે છે કે (૧) મનુષ્યભવ, (૨) શ્રેષ્ઠ ધર્મ અને (૩) ચારિત્ર સંપન્ન ગુરુ. આ સંસારમાં સર્વપ્રાણીઓને બહુ દુર્લભ છે. આવા પ્રકારના ગુણગણથી ગુંફિત ગુરુઓને જે સેવે છે તે ધન્ય છે. આવી રીતે સમજાવીને રાજા ઘણા લોકોને ધર્મમાં સ્થિર કરે છે. રાજાની આ વાત સર્વ લોકો માને છે પરંતુ તે જ ગામમાં રહેવાવાળો “વિજય” નામનો એક શ્રેષ્ઠીપુત્ર ન માનતો છતો રાજાને કહે છે કે ધર્મગુરુઓનું તમે જે જે વર્ણન કરો છો તે સર્વ તૃણતુલ્ય છે. પવનથી લહેરાતી ધજા જેવું મન કેમ રોકી શકાય? પોતપોતાના વિષયમાં આસક્ત એવી પાંચે ઇન્દ્રિયો કેમ કાબુમાં રહી શકે? તથા દુ:ખી માણસો અહીં પીડા અનુભવે તેના કરતાં મારવા સારા. કારણ કે તેઓ મર્યા છતાં પોતાનાં કર્મો પૂર્ણ થઈ જવાથી સતિમાં જ જાય છે. મોક્ષની વાતો તો સર્પના મસ્તકના મણિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org