________________
૧૬૦ પ્રજા શોકમગ્ન છે. આ બે મિત્રોમાંથી એક મિત્ર વિમાનમાં જ સ્ત્રીઓ પાસે રહ્યો. અને બીજો મિત્ર કે જે શ્રેષ્ઠીપુત્ર છે. તે વિદ્યાના બલે સિદ્ધપુત્રનું રૂપ કરીને રાજા પાસે ગયો. રાજાને નમસ્કાર કરી યોગ્ય આસને બેસી હ્યું કે, હે રાજન્ ! ચિંતા ન કરો, તમારું જે કંઈ દુષ્કર કામ હશે તો પણ હું કરી આપીશ. રાજાએ કહ્યું કે, જો તમારામાં કોઈ શક્તિ હોય તો રાણી અનંગલેખાને લાવી આપો. રાજાની આજ્ઞા થતાં જ પોતાના શરીર ઉપર મોટું વસ્ત્ર વીંટીને જાણે ધ્યાન કરતો હોય તેવું અનુકરણ કરીને બહુ જ ઉંચા અવાજે હુંકારો કર્યા. તે હુંકારો સાંભળતાં જ કરેલા સંકેત પ્રમાણે ઉદ્યાનમાં વિમાનમાં બેઠેલી અનંગલેખા વેગે વેગે રાજસભામાં આવી. પતિ-પત્ની મળ્યાં અને ન વર્ણવી શકાય તેવા આનંદને પામ્યાં. પછી સિદ્ધપુત્રે હ્યું કે, હે રાજન ! હવે તમારું બીજું શું મનોવાંછિત અમે કરી આપીએ. રાજાએ હ્યું કે, મારા બે મિત્રોનો કેટલાય સમયથી વિરહ થયો છે તે બે મિત્રોનો મેલાપ કરી આપો. રાજાનો નિરૂપમ પ્રેમ જોઈ આ જ બન્ને મિત્રોએ પોતાનું મૂલ રૂપ ક્યું. પોતાની પત્ની અને બન્ને મિત્રોને જોઈ રાજા ખૂબ ખુશ થયો અને પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યો. અનંગલેખા પાસેથી તેની અને મિત્રો પાસેથી મિત્રોની બધી વાર્તા જાણી અને પ્રજાને જણાવી. તથા અપહરણ કરીને લાવેલી બે કન્યારત્ન હરિવહન રાજાએ પોતાના આ બન્ને મિત્રોને યોગ્ય જાણી પરણાવી તથા બન્ને મિત્રોની સહાયથી હરિવહન રાજાએ ઘણા દેશોને જીત્યા. વિશાળ સામ્રાજય પ્રાપ્ત કર્યું. તેનો યશ પિતા ઇન્દ્રદત્તે પણ સાંભળ્યો. પિતા ઈન્દ્રદત્તે બોલાવીને હરિવહન રાજાનો પોતાની ગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો અને પોતે આર્યસમુદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મોક્ષની આરાધનામાં લીન થયા. હરિવહન રાજા તથા બન્ને મિત્રોએ ઉત્તમ સમ્યકત્વરને ગ્રહણ કરવાપૂર્વક શ્રાવકનાં વ્રતો ગુરુજી પાસે લીધાં. હવે હરિવહન રાજા અને અનંગલેખા ધર્મપરાયણ બન્યાં. તીર્થયાત્રા, રથયાત્રા, પૂજા, ભક્તિ-ભાવના અને પ્રભુની અંગરચનામાં લીન થયાં. તથા પ્રભુપ્રતિમા અને તેની પ્રતિષ્ઠા કરાવવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org