________________
૧૫૮
દેવ! તે આ શું કર્યું! પ્રાણપ્રિયનો તો વિયોગ કરાવ્યો. પરંતુ તેના ચિત્રનો પણ વિયોગ કરાવ્યો. આવા પ્રકારની દુઃખી થયેલી અનંગલેખાને જાણી તે બન્ને મિત્રો મૂલરૂપે પ્રગટ થયા અને અનંગલેખાને ચિત્ર આપીને કહ્યું કે, હે અનંગલેખા! આ તમારા પ્રાણપ્રિય કોના પુત્ર છે? તમારાં ક્યાં લગ્ન થયાં ? અહીં કેવી રીતે ફસાયાં છો? તે નિઃશંકપણે કહો. અમે તમને સહાયક થવા ઇચ્છીએ છીએ, જો તમે અમને સાચું કહેશો તો અમે તમને તમારા પતિનો સંયોગ કરી આપીશું. અનંગલેખાએ પોતાની સઘળી વાત કરી. પોતાના મિત્રની પત્ની જાણી હર્ષિત થઈ નમસ્કાર કર્યા અને કહ્યું કે, હે અનંગલેખા! તું અમારા મિત્રની જ પત્ની છો. અમે ત્રણે ભોગવતીનગરીથી સાથે જ નીકળ્યા હતા. હવે તું ખેદ ન કર. ક્ષણવાર તું રાહ જો કે જ્યાં સુધી અમે સ્વકૃત્ય સાધીએ. અનંગલેખા પણ પોતાના પતિના મિત્રો આવ્યા છે તે જાણીને આનંદિત થઈ.
આ બન્ને મિત્રો અનંગલેખાને નમીને જરા પણ ક્ષોભ- ભય પામ્યા વિના રાજસભામાં ગયા. રાજાએ અજાણ્યા માણસોને જોઈને કહ્યું કે, તમે કોણ છો? શું જાણો છો? કંઈ કૌતુક હોય તો કહો. બને મિત્રોએ કહ્યું કે, અમે સૂર્યને અર્ધ આકાશમાં સ્થિર કરી શકીએ છીએ, ઇન્દ્રને પણ દાસ કરી શકીએ છીએ. જે કંઈ દુષ્કર હોય તે કરી શકીએ છીએ. રાજાએ કહ્યું કે, જો આવી શક્તિ તમારી પાસે છે તો આ અનંગલેખા મને વશ થાય તેમ કરો. મિત્રોએ કહ્યું કે, હે રાજન! તમારે અલ્પ પણ ચિંતા ન કરવી. તમારા આ કાર્યમાં અમે પ્રવૃત્તિ તુરત કરીશું. હે રાજન્! તમે આ ચૂર્ણ લો અને તેના વડે તિલક કરો. આ ચૂર્ણના પ્રભાવથી તે સ્ત્રી સદા માટે તમને વશ થશે. રાજાએ હર્ષિત થઈને ચૂર્ણનું તિલક કર્યું અને અનંગલેખા પાસે ગયો. આ બન્ને મિત્રોએ અનંગલેખાને પહેલેથી સંકેત કરીને શીખવાડી રાખેલ તે પ્રમાણે રાજાની સામે જવું આદિ વિનય વડે અનંગલેખાએ રાજાને ખુશ કર્યો. હવે આ કન્યા મને નક્કી વશ થવાની જ છે. એમ પોતાની જાતને કૃત્યકૃત્ય માનતા રાજાને અનંગલેખાએ કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org