________________
૧૫૬
કઈ સ્ત્રીનો હશે? મને તે સ્ત્રી કેમ પ્રાપ્ત થાય? ઈત્યાદિ ચિંતાઓથી રાજ્યના કારભારમાં તે ઉદાસ થયો તે રાજાએ આ કંચુઆની માલિક
સ્ત્રીને પોતાને વશ કરવા મંત્રીને કહ્યું, મંત્રીએ મંત્રવાદી અને જ્યોતિષીઓને પૂછ્યું પરંતુ કંઈ પત્તો લાગતો નથી. તેથી રાજ્યની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવીને આરાધવા સાત દિવસનું અણસણ કર્યું. પ્રસન્ન થયેલી લક્ષ્મીદેવીએ પ્રયોજન પૂછ્યું અને વરદાન માગવા કહ્યું ત્યારે મંત્રીએ આ કંચુઆની માલિક સ્ત્રી પોતાના રાજાને વશ થાય, રાજાની પત્ની થાય તેવું કાર્ય કરવા કહ્યું. લક્ષ્મીદેવીએ કહ્યું કે, જે કાર્ય ફળદાયી હોય તે જ કરવું યોગ્ય છે. આ સ્ત્રી સતી સ્ત્રી છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્ર અંગારા વરસાવે તો પણ પ્રાણાન્ત આ સ્ત્રી શીલભંગ કરશે નહીં. તારો રાજા કદાગ્રહ જો ન જ મૂકે તો હું તે સ્ત્રી લાવી આપું છું. પરંતુ તારે ફરીથી હવે મારું સ્મરણ ન કરવું.
લક્ષ્મીદેવી વિદ્યાધરે બનાવેલા નગરમાં ગઈ કે જ્યાં અનંગલેખા વીતરાગ પરમાત્માની પૂજાવિધિમાં લીન હતી. ત્યાંથી તે સ્ત્રીનું અપહરણ કરી નરકુંજરરાજાના ઘરમાં મૂકી દેવી અદશ્ય થઈ. તે સ્ત્રીને આવેલી જાણી રાજાએ અનંગલેખાને કહ્યું કે, તું મને પ્રેમભરી દૃષ્ટિથી જો. મેં
જ્યારથી તારો કંયુઓ જોયો છે ત્યારથી તારા પ્રત્યે આસક્ત બન્યો છું. હું બેનાતટનો સ્વામી નરકુંજર રાજા છું. તું મારી પત્ની થા. અનંગલેખાએ વિચાર્યું કે નક્કી આ “અમંગલ' થયું. અથવા સતી સ્ત્રીઓને કંઈ અમંગલ થતું જ નથી. એમ વિચારી બોલી કે, હે રાજન! પરસ્ત્રીનો તું ત્યાગ કર કે જે મહાકર્મબંધનું કારણ છે અને જગતમાં અપયશ આપનાર છે. કદાચ સ્વર્ગ પૃથ્વીતલ ઉપર ઉતરી જાય અને પૃથ્વીતલ સ્વર્ગમાં જાય તો પણ હું મારું શીયલ ખંડિત કરૂં તેમ નથી. રાજાના મનમાં થયું કે આ સ્ત્રીને મારો (મારા પરાક્રમનો) પરિચય નથી એટલે આમ બોલે છે. ધીરે ધીરે પરિચય થવાથી તે મને વશ થશે. અનંગલેખા પણ અશ્રુભીની આંખે હદયમાં રડતી છતી પોતાના પતિ પરિવાહનનું પટાદિ ઉપર ચિત્ર દોરીને તેને જોઈ જોઈ સંતોષ માની દિવસો પસાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org