Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૭
હવે હરિવહન રાજાના બે પૂર્વના મિત્રો તક્ષપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર કે જે હાથીના ઉપદ્રવના કારણે હરિવહન રાજાથી વિખુટા પડેલા તે હરિવાહનને શોધતા શોધતા વિંધ્યાચલ પર્વત પાસે આવ્યા. ત્યાં એક પુરુષને તેઓએ જોયો કે જે વિદ્યાની સાધના કરતો હતો, નીચે મુખ, ઉપર પગ, એક હાથમાં ધૂપ અને બીજા હાથમાં મંત્રસાધક અક્ષમાલા જેને હતી. વિદ્યાસાધકે પણ અહીં મનુષ્યના પગનો સંચાર થયો જાણી વાંશની ઝૂંપડીમાંથી બહાર આવી તે બન્ને મિત્રોને મધુર સ્વરે પૂછ્યું કે તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અહીં વિંધ્યાચલપર્વત પાસે આવવાનું શું પ્રયોજન ? તે મિત્રોએ હ્યું, કે અમારા કુલાદિ જાણવાની તમારે શું જરૂર? અમે આરંભેલા સત્કૃત્યની પૂર્તિ માટે દૈવયોગથી અહીં આવ્યા છીએ. વિદ્યાસાધકે કહ્યું કે, બહુ જ સારૂં થયું. તમારો અમારો સારો યોગ થયો. હવે મારી વિદ્યા જલદી સિદ્ધ થશે. ત્રિલોકીવિદ્યાની મેં પૂર્વ સેવા કરી છે. હવે ઉત્તરસાધકની સહાયથી ઉત્તર સેવા કરીશ. તમે મારા ઉત્તરસાધક થાઓ. એમ કહી તે વિદ્યાસાધવામાં તત્પર થયો અને બન્ને મિત્રો તેના ઉત્તરસાધકરૂપે સહાયક થયા. થોડા જ સમયમાં તેને ત્રિલોકવિદ્યા સિદ્ધ થઈ. એટલે વિદ્યાસાધકે કહ્યું કે તમારો બન્નેનો મારા ઉપર ઘણો ઉપકાર છે. કહો પ્રત્યુપકાર શું કરું ? બને મિત્રોની ઈચ્છા ન હોવા છતાં (૧) રૂપ પરાવર્તિની, (૨) અંજન આંજતાં જ અદશ્ય થવાની, (૩) શત્રુના સૈન્યને વિમોહન કરનારી અને (૪) વિમાન બનાવનારી એમ ચાર વિદ્યાઓ આપી. પોતાના આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યો. આ બન્ને મિત્રો પણ પૃથ્વી ઉપર ફરતા અને કૌતુકોને જોતા બેનાતટનગરમાં આવ્યા. ' લોકો પાસેથી કંચુઆની અને અંજનલેખાના અપહરણની વાર્તા જાણી કૌતુકથી તેને જોવા અંજન આંજીને બન્ને મિત્રો નરકુંજર રાજાના અંતઃપુરમાં ગયા. રડતી અને કોઈ પુરુષનું ધ્યાન કરતી શીલાંગવાળી અનંગલેખાને જોઈ તથા તેની સામે હરિ વાહન નામવાળું અને પોતાના મિત્રની સામ્યતાવાળું ચિત્ર જોયું. વિદ્યાના બળે તે ચિત્રનું અપહરણ કર્યું. ચિત્ર ચોરાવાથી અનંગલેખા રડવા લાગી. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org