Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૫
વડે અનંગલેખાનું મન તારા દ્વારા હરણ કરાયું છે તેથી તું આ કન્યા સાથે વિવાહ કરીને આ જ નગરીમાં રાજ્ય કર. એમ કહી તે વિદ્યાધર વૈતાદ્યપર્વત ઉપર ગયો.
હરિવાહને અનંગલેખાની સાથે ગાંધર્વવિધિથી વિવાહ કરી દિવ્ય કંચુઓ તે નવોઢાને આપી અત્યંત હર્ષપૂર્વક સામ્રાજ્ય પાલવા લાગ્યો. રામના જેવું ન્યાય અને નીતિવાળું રાજ્ય કરવાથી ગામમાં લોકોનો એવો વસવાટ થયો કે ક્યાંય ખાલી જગ્યા રહી નહીં. હરિવહન અનંગલેખા સાથે વિવિધ ક્રીડા કરે છે. એક વખત અનંગલેખા પોતાની સખીઓ સાથે જલક્રીડા કરવા જાય છે. પોતાનાં દિવ્યવસ્ત્રો રેવાનદીના કિનારે મૂકીને નદીમાં સ્નાનાર્થે જાય છે. કિનારે પહેલાં વસ્ત્રોમાં અપ્સરાએ આપેલો કંચુઓ હતો કે જે પરાગ નામના મણિની જેમ ચમક્તો હતો. તે જોઈને ત્યાં આવેલો એક મોટો માછલો મણિના ભ્રમથી કંચુઆને ગળી ગયો. સખીઓએ હાહારવ કર્યો. ઘણા રાજપુરુષો તે માછલાને પકડવા નદીમાં પડયા. પરંતુ માછલું પાણીમાં દૂર સરકી ગયું. અનંગલેખા વિલખી થઈ છતી અત્યંત ચિંતાતુર બની. અમારા દેખતાં છતાં કંચુઓ હરાયો એટલે જરૂર અમંગલ થશે. હરિવાહને પ્રેમપૂર્વક મધુર વાણીથી સમજાવી અનંગલેખાને ઘેર લાવી. હવે તે અનંગલેખા જિનેશ્વર પરમાત્માની સવિશેષ પૂજા કરે છે. યાચકોને દાન આપે છે. નવકારમંત્રનો જાપ કરે છે. અને ગુરુ પાસે ધર્મદેશના સાંભળતાં કાળ નિર્ગમન કરે છે.
આ નગરથી ઘણે દૂર બેન્જાતટ નામનું નગર છે. ત્યાં “નરકુંજર” નામે રાજા છે. તે રાજા એક વખત જલક્રીડા કરી ઘરે આવ્યો ત્યારે ત્યાં જલમાં તરી શકવાની શક્તિવાળો એક તરવૈયો આવ્યો. તેણે રાજાને હ્યું કે, મેં આજે નર્મદા નદીના કિનારાથી એક માછલી પકડયો છે. તેના પેટમાંથી રત્નોથી ભરપુર એવો એક કંચુઓ મળ્યો છે. જલક્રીડા કરવા આવેલી કોઈ રાજરાણીનો આ કંચુઓ હોય એમ લાગે છે એમ કહી તે કંચુઓ રાજાને આપ્યો. શૃંગારના રસથી ભરેલો આ કંચુઓ જોઈ રાજાને તે કંચુઆની માલિક સ્ત્રી પ્રત્યે વાસના જન્મી. આ કંઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org