Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૩
સ્નાન કરીને જ્યાં બહાર આવી ત્યાં પોતાનાં વસ્ત્રો ન જોતાં અને યક્ષમંદિરનું દ્વાર અંદરથી બંધ દેખતાં પરસ્પર કહેવા લાગી કે, નક્કી કોઈ ધૂર્ત આપણાં વસ્ત્રો ચોરીને આ મંદિરમાં છુપાયો છે. તેથી ગુસ્સાપૂર્વક તેઓ બોલવા લાગી કે, હે નરાધમ ! તું અમારાં વસ્ત્રો આપી દે. અને દ્વાર ઉઘાડ. જો એમ નહીં કરે તો તારી સાથે આખું આ ભવન અમે સમુદ્રમાં નાખી દઈશું. આવું કહેવા છતાં નિર્ભય એવો તે મૌન રહ્યો. દમદાટીથી હિરવાહન ન માનતાં અપ્સરાઓ પ્રેમભરી વાણીથી વિનંતિ કરવા લાગી કે, હે નરોત્તમ પુરુષ! તું અમારાં વસ્ત્રો કૃપા કરીને આપી દે. ત્યારે પરાક્રમી એવો હિરવાહન કહે છે કે, “વાયુ તમારાં વસ્ત્રો લઈને આગળ ગયો છે. તેથી તેની પાસે જાઓ” આવાં સાહસવાળાં વચનો સાંભળી પ્રસન્ન થયેલી અપ્સરાઓ કહેવા લાગી કે, અમે તમારા ઉપર ખુશ થયા છીએ. તમે વરદાન માંગો. ત્યારે હરિવાહને દ્વાર ખોલીને તેઓનાં વસ્ત્રો આપ્યાં. પોતે કરેલી મશ્કરી બદલ ક્ષમા મી, અપ્સરાઓએ વ્યવસ્થિત વસ્ત્રો પહેરીને કહ્યું કે, હે નર! આવા ચરિત્ર વડે જણાય છે કે તમે કોઈ રાજપુત્ર છો. અમે તમને બે વસ્તુઓ આપીએ છીએ. એક ખડ્ગરત્ન કે જે તમને સર્વત્ર યુદ્ધમાં વિજય આપશે, અને બીજું દિવ્ય કંચુઓ કે જે તમે તમારી પત્નીને આપજો એમ કહી અપ્સરાઓ ચાલી ગઈ.
હરિવાહન રાજપુત્ર એકલો આગળ ચાલ્યો. ત્યાં એક સુંદર નગર જોયું કે, જ્યાં ઘરો અને દુકાનોની વ્યવસ્થિત ઉંચી ઉંચી હારમાલા છે. દરેક દુકાનો સંપૂર્ણ માલ-સામાનથી ભરેલી છે. ખુલ્લાં બારણાંવાળી છે. પરંતુ આખા નગરમાં કોઈ માણસ દેખાતું નથી. આગળ ચાલતાં રાજાનો મહેલ આવ્યો, તેના ઉપર ચડતાં ચડતાં સાતમા માલે કમલના જેવા નેત્રવાળી એક કન્યાને જોઈ અને ગાલ ઉપર મૂક્યો છે હાથ જેણીએ એવી શોકાતુર કન્યાએ હરિવાહનને સિંહાસન ઉપર બેસવા કહ્યું. ત્યાં બેસીને કુમા૨ે શોકનું અને એકલતાનું કારણ પુછ્યું. તે કન્યાએ કહ્યું કે, શ્રાવસ્તીનગરના વિજયરાજાની અનંગલેખા નામની હું પુત્રી છું. મારા ઘરના ઝરૂખામાં હું બેઠી હતી ત્યારે ત્યાંથી પસાર થતા જયંત
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org