Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧પ૧
શું કર્યું ? તેઓએ હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો ત્યારે તું ક્યાં ગયો હતો! શું તેં તેઓનું પ્રસિદ્ધ પરાક્રમ નથી સાંભળ્યું ? તેઓએ ગામને લશ્કરથી વીંટ્યું ત્યારે આપણે તેઓ વડે જીતાયા છીએ. અને હમણાં તેઓએ પાંચ ઇન્દ્રિયોને જીતી છે. અને દુર્ધર પાંચ મહાવ્રતનો ભાર વહન કર્યો છે, તેથી તેઓને જીતવા કોણ સમર્થ છે ? ઇત્યાદિ ઘણો ઠપકો આપ્યો. દવદંત રાજર્ષિ પણ સંવેગ અને વૈરાગ્યના પરિણામવાળા શત્રુ-મિત્ર તુલ્ય ગણીને ક્ષપકશ્રેણિ આરોહી કેવલી થઈ મોક્ષે ગયા. સમ્યક્તનું “સંવેગ''એ આ બીજું લક્ષણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવે દવદંત ઋષિની જેમ સંવેગ પરિણામવાળા બનવું, ૪રા
(૩) નિર્વેદ - સમ્યકત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ છે. નિર્વેદ એટલે કંટાળો-તજવાની ઈચ્છા, આ સંસાર અનંત-અનંત દુ:ખોથી ભરેલ છે. કદાચ ઇન્દ્રિયજન્ય અલ્પ એવું વૈષયિક સુખ હશે તો પણ તે સુખ અનેકવિધ ઉપાધિઓથી ઘેરાયેલું છે. તથા આ સંસારમાં છેદન, ભેદન, તાડન, તર્જન, બંધન, સંયોગ, વિયોગ, રોગ, શોક પરવશતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ ઇત્યાદિ અનેક પીડાઓ રહેલી છે. તેવાં તેવાં દુઃખો દેખીને સંસારથી ઉદ્વેગવાળો થયો છતો તેને ત્યજવાની જ જે તીવ્ર ઇચ્છા તે નિર્વેદગુણ કહેવાય છે. આ સમ્યકત્વનું ત્રીજું લક્ષણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, વિશ્વેશો વામિચ્છા, તુરિય સંસારવારનિક્સ | આ લક્ષણ ઉપર “હરિવાહન” રાજાની કથા છે.
ભોગવતી નામની નગરીમાં ઘણો જ પરાક્રમી “ઇન્દ્રદત્ત” નામનો રાજા છે. તેને મણિપ્રભા નામની પત્ની છે. તે દંપતીને “હરિવાહન” નામનો તેજસ્વી પુત્ર છે. વળી તે જ નગરમાં મન્દર નામના સુત્રધારને નરવાહન નામનો પુત્ર છે તથા વસુસાર નામના શ્રેષ્ઠીને ધનંજય નામનો પુત્ર છે. રાજપુત્ર, સૂત્રધારપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર આ ત્રણેની બાળપણથી જ ગાઢ મિત્રતા થઈ. ધન ઉપાર્જન આદિ યોગ્ય કાર્યો છોડીને આ ત્રણે મિત્રો સુખની મઝા માણવા લાગ્યા. રાજાએ પોતાના પુત્રને કહ્યું કે, તું શસ્ત્રકલા આદિનો અભ્યાસ કેમ કરતો નથી! જો મારા દેશમાં (અને ઘરમાં) રહેવું હોય તો તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org