Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૯
જીવ ઘરમાં રહેવા છતાં માતાની જેમ અંદરથી ન્યારો રહે છે. હૃદયથી સંસારી ભાવોમાં રંગાતો નથી. શાસ્ત્રમાં ક્યું છે કે
બળવાન
संवेगो मुकखं पई अहिलासो भवविरागो उ ॥ स. स. ४४ ॥ આ વિષય ઉપર દવદન્ત ઋષિની કથા છે. તે આ પ્રમાણેહસ્તિશીર્ષ નામનું એક નગર હતું. ત્યા દવદંત નામનો રાજા હતો. એક વખત ભરતક્ષેત્રના ત્રણ ખંડના સ્વામી એવા જરાસંઘ નામના પ્રતિવાસુદેવ રાજાની સેવા કરવા માટે આ દવદંત રાજા રાજગૃહીનગરીમાં ગયો. તે સમયે હસ્તિનાપુર નગરથી આવીને પાંડવોએ ગામમાં દવદંત રાજા ન હોવાથી છળ પામીને હસ્તિશીર્ષ ગામ લૂટ્યું. રાજગૃહીથી પાછા ફરેલા દવદંત રાજાએ આ સમાચાર સાંભળ્યા. ગુસ્સે ભરાયેલા દવદંત રાજાએ પોતાના સૈન્ય સહિત હસ્તિનાપુર ઉપર ચડાઈ કરીને જેમ લવણસમુદ્રથી જંબૂટ્ટીપ વીંટળાયેલો છે, તેમ તેના સૈન્ય વડે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો અને વાણીમાં ચતુર એવા દૂતને યુધિષ્ઠિર રાજા પાસે મોક્લ્યો અને હ્યું કે, છળ પામીને લુંટવું એ નપુંસકોનો માર્ગ છે, ઉત્તમવંશમાં જન્મેલાનો આ માર્ગ નથી. તેથી જો તમારામાં પરાક્રમ હોય તો નગર બહાર આવી યુદ્ધ કરો દૂતનાં આવાં વચન સાંભળી ભયભીત થયેલા તે પાંડવો ગુફામાંથી જેમ શિયાળ ન નીકળે તેમ હસ્તિનાપુર નગરમાંથી યુદ્ધ માટે બહાર
ન આવ્યા.
ઘણા દિવસ સુધી ઘેરો ઘાલવા છતાં પાંડવો લડવા ન આવવાથી ઉદ્વેગ પામેલો દવદંત રાજા સ્વનગરમાં પાછો ફર્યો. મનમાં વિચાર્યું કે ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા પુરુષોને સન્મુખ આવેલા પાત્રો સાથે જ યુદ્ધ કરવું ઉચિત છે. અન્યથા “અપયશ” જ પ્રાપ્ત થાય. એમ વિચારી પોતાના દેશનું ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય પાલે છે. કેટલાક સમય પછી તે ગામમાં શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રી ધર્મઘોષ સૂરિજી મ. પધાર્યા. તેઓની અમૃત સરખી ધર્મદેશના સાંભળી પાપસંતાપ વિનાનો થયો છતો (૧) રાજ્ય એ અકાર્ય છે. (૨) ભંડારો એ કારાગાર છે. (૩) પત્નીઓ એ ચિત્ત-બલ અને વીર્યનું અપહરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org