________________
૧૫૦
કરવામાં રાક્ષસીઓ છે. (૪) વિષયો એ વિષ છે. (૫) ચતુરંગી લશ્કર એ ચાર ગતિમાં ભમવાનું સાધન છે. એમ માનતો પરમ સંવેગને વહન કરતો રાજ્ય ભારને ત્યજી પ્રવ્રજ્યા સ્વીકારનાર બન્યો. દીક્ષિત થયા પછી ગુરુ પાસે અભ્યાસ કરી પરમગીતાર્થ અને પરમસંવેગવાળા મુનિ બન્યા
એક વખત આ રાજર્ષિ વિહાર કરતા કરતા હસ્તિનાપુર નગરમાં ગામની ભાગોળે મેરૂપર્વતની જેમ નિષ્વકંપપણે પ્રતિમાધારી થઈ કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં રાજવાટિકામાં ફરવા નીકળેલા પાંડવોએ મુનિને જોયા અને ઓળખ્યા. વાહનો ઉપરથી ઉતરીને નમસ્કાર કરી ભાવપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી. “અહો આ રાજર્ષિ દુષ્કરકારક છે.” આ પ્રમાણે રાજર્ષિને અભિનંદન આપીને તે પાંડવો આગળ ગયે છતે થોડા ટાઈમ પછી ત્યાં પરિવાર સહિત પ્રકૃતિએ જ દુર્જન એવો દુર્યોધન આવ્યો. “આ તે જ ઋષિ છે” કે જેણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો હતો. અમારા પૂર્વ પુરુષોની નિર્મળ કીર્તિનું અપહરણ કર્યું હતું. એમ પૂર્વ વૈરને સંભાળતા દુર્યોધને ઘણ વડે ૠષિને તાડન કરવા માંડ્યું. તેના હૈયાના ભાવ જાણીને તેના પરિજને પણ આ ઋષિને એટલા બધા પત્થરો માર્યા કે પત્થરોના ઢગલાથી ઋષિ ઢંકાઈ ગયા. રાજવાટિકાથી પાછા વળેલા પાંડવોએ ત્યાં જોયું તો ઋષિ ન દેખાયા પણ ત્યાં જ મોટો પત્થરનો ઢગલો દેખાયો, તેથી લોકોને પૂછીને જાણ્યું કે આ દુર્યોધનનું કાર્ય છે. તુરત જ તે પત્થરો દૂર કરાવ્યા. અંગોની પીડા દૂર થાય તે રીતે તેલની માલીસ આદિ સેવા કરી મુનિને વારંવાર ખમાવી યુધિષ્ઠિર આદિ પાંડવો ગામમાં આવ્યા. દવદંત રાજર્ષિએ પણ ‘સંવેગ”ના બલપૂર્વક ભાવના ભાવી.
જ્ઞાન-દર્શન-યુક્ત એવો એક મારો આત્મા જ શાશ્વત છે. બાકીના બધા જ આ બાહ્યભાવો સંયોગમાત્રથી જ પ્રાપ્ત થયેલા છે. તેથી અપકાર કરનારા કૌરવો ઉપર અને સેવા કરનારા પાંડવો ઉપર સમચિત્તવૃત્તિવાળા દવદંતરાજર્ષિ દુ:સ્સહ પીડા પરિષહને સહે છે. યુધિષ્ઠિરે ઘરે જઈને દુર્યોધનને ઠપકો આપ્યો કે, અરે દુષ્ટ ! આ તેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org