________________
૧૫૨
મિત્રોની સંગતિ ત્યજી દે, અથવા મારા દેશમાંથી દૂર ચાલ્યો જા. આ જ પ્રમાણે સૂત્રધારે અને શ્રેષ્ઠીએ પણ પોતાના પુત્રોને ઠપકો આપ્યો. તેઓ ત્રણે કોઇ ન જાણે તે રીતે એક વનમાં ભેગા થઇ મંત્રણા કરવા લાગ્યા.
માતા-પિતાનો વિરહ સહી શકાશે, મૃત્યુ અને ધનક્ષય સહી શકાશે, વિદેશયાત્રા કરી શકાશે પરંતુ આપણા ત્રણેની મિત્રતા ત્યજી શકાય તેમ નથી. આવી વિચારણા કરી તે દેશ છોડી ત્રણે વિદેશ જવા નીકળ્યા. ફરતા ફરતાં એક ગાઢ જંગલમાં આવી ચડ્યા. જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત એવા તે જંગલને પસાર કરતાં કરતાં જંગલી એક હાથી સૂંઢ ઉછાળતો દૂરથી સામે આવતો દેખાયો. તે દેખીને તક્ષપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર તો ક્યાંયને ક્યાંય દૂર-દૂર ભાગી ગયા. પરંતુ હિરવાહન નામનો રાજપુત્ર હાથીને દમવાની કલામાં દક્ષ હતો. તેથી સિંહની જેમ ગર્જના કરતો હાથીની સામે ધસ્યો અને મુષ્ટિઘાતાદિ વડે હાથીને નિશ્ચેષ્ટ કરીને મિત્રોને શોધવા નીકળ્યો. ઘણું ઘણું પર્યટન ક૨વા છતાં મિત્રોની કંઈ ભાળ મલી નહીં. આગળ જતાં સુંદર એક સરોવર જોયું. ત્યાં જલપાન કરી ફલાદિનું ભોજન કરી વિચારવા લાગ્યો કે, જે બે મિત્રો માટે ઘ૨, માતા-પિતા અને દેશ વગેરે બધું ત્યજ્યું. પરંતુ અંતે તે બે મિત્રો પણ ગયા. અરે દૈવ ! આ શું થયું ? ધૈર્ય ધારણ કરી આગળ જતાં એક ‘યક્ષમંદિર” જોયું કે જેના દ્વાર આગળ સુંદરનિર્મળ પાણીથી ભરેલી વાવડી છે. રાત્રિનો સમય થવાથી તે યક્ષમંદિરની અંદર જઈ દ્વાર બંધ કરી ગુપ્ત એકસ્થાનમાં તે સુઈ ગયો.
હવે અર્ધરાત્રિએ દિવ્યવસ્ત્રાદિને ધારણ કરવાવાળી અપ્સરાઓ દૈવશક્તિથી આ મંદિરમાં આવી અને અલૌકિક દિવ્ય સંગીત તથા નૃત્ય કરવા લાગી, કેટલાક સમય પછી નૃત્ય અને સંગીતના પરિશ્રમને દૂર કરવા માટે દિવ્યવસ્ત્રોને કાઢી ત્યાં જ ઢગલો કરી સ્નાનકાલનાં વસ્ત્રો પહેરી તે અપ્સરાઓ વાવડીમાં જલક્રીડા કરવા ગઈ. તે અવસરે આ હરિવાહન યક્ષમંદિરનાં દ્વાર ખોલી ઢગલા રૂપે મુકેલાં દિવ્યવસ્ત્રો ગ્રહણ કરી મંદિરમાં જઈ દ્વાર બંધ કરી છુપાઈ ગયો. અપ્સરાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org