________________
૧૫૯ મારી આવી પ્રતિજ્ઞા છે કે અષ્ટાપદ પર્વત ઉપર જઈને પરમાત્માનાં દર્શન-વંદન કરીને ભોજન કરીશ. પછી આ સાંભળી આ ન્યા મને વશ થાય એવા બોલ બોલે છે એમ સમજી આનંદ પણ અષ્ટાપદ ઉપર જવાનું અતિદુષ્કર કાર્ય કરવાનું કહે છે તેથી ખેદથી રાજા ચિંતામાં પડયો. આ બન્ને મિત્રોને બોલાવીને કહ્યું કે આ દુષ્કર કાર્ય કેમ થશે ? બન્ને મિત્રોએ કહ્યું કે, તમે જરા પણ ચિંતા ન કરો. અમે તમારા હિતના ઉદ્યમી છીએ. આજે અથવા કાલે જ્યારે અષ્ટાપદ જવું હશે ત્યારે અમે લઈ જઈશું, કામાન્ધ રાજાએ કહ્યું કે, આજે જ આ પ્રતિજ્ઞા પૂરી કરો. રાજાની ઈચ્છા પ્રમાણે તે બન્ને મિત્રોએ એક સુંદર વિમાન વિદ્યાબલે બનાવ્યું. અને રાજાને કહ્યું કે, હે રાજન ! આ વિમાનમાં તમે આ પ્રિયા સાથે જાઓ અને મનની ઇચ્છા પ્રમાણે અષ્ટાપદ પર્વત ઉપર દર્શન-વંદન કરી ઉદ્યાનોમાં ફરો. આ રીતે રાજા આ બે મિત્રોની વાતમાં પુરેપુરો વિશ્વાસવાળો બન્યો. રાજાએ અનંગલેખાને કહ્યું કે, હે અનંગલેખા ! પહેલી તું વિમાનમાં બેસ. પછી હું બેસું છું. તે સાંભળી જેટલામાં અનંગલેખા વિમાનમાં ચઢે છે તેટલામાં જ બાજુમાંથી બન્ને મિત્રો પણ વિમાનમાં ચડ્યા અને રાજા વિમાનમાં ચડવા જાય તે પહેલાં જ વિમાન ઉડીને આકાશમાં ગયું. આકાશમાંથી સતીરત્ન એવી આ અનંગલેખાએ હ્યું કે, હારિવાહનના મિત્રો વડે મંત્રશકિતના બલથી મને હરિવાહનરાજા પાસે લઈ જવાય છે. તમારામાં સાચો કોઈ સુભટ હોય તો યુદ્ધ કરી શકે છે. કોપાયમાન થયેલા રાજાએ પોતાના સુભટોને કહ્યું કે, દાંભિક-માયાવી આ બન્નેને પકડો. તે બન્ને મિત્રોની સાથે રાજા અને રાજસુભટોનું યુદ્ધ થયું. પરંતુ વિદ્યાના બળથી રાજાના સર્વ લશ્કરને સર્વ બાજુથી ભગાડીને રાજાના અંતઃપુરમાંથી બીજી બે ન્યાઓનું અપહરણ કરીને આ વિમાન ચાલ્યું. જ્યાં હરિવહન રાજા છે તે નગરના ઉદ્યાનમાં ઉતર્યું. બન્ને મિત્રોએ ગામના સકલ લોકોને ઉદાસ અને શોકમગ્ન જોયા. એક માણસને શોકનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે, અમારા રાજા હરિવહનની રાણી અનંગલેખાનું કોઈ વિદ્યાધરે અપહરણ કર્યું છે. તેથી રાજા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org