________________
૧૫૪ નામના વિદ્યાધર વડે મારું અપહરણ કરીને અહીં લવાઈ છે અને વિદ્યાના બલે આ નગર બનાવી મને કહ્યું છે કે, તારી સાથે વિવાહ કરી આ શહેરમાં આપણે રાજ્ય પાલીશું અને ભોગો ભોગવીશું. વિવાહની સામગ્રી લેવા તે ગયા છે. આજ કાલ આવશે અને બલાત્કારે મને પરણશે. કારણ કે જ્ઞાની મુનિએ વ્યાખ્યાનકાલે મારી સમક્ષ કહ્યું છે કે, ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવહન તારો પતિ થશે. મુનિના વચનો સાથે વિસંવાદ થતો હોવાથી હું શોકાતુર છું.
- હરિવાહને કંઇક હાસ્ય સાથે કહ્યું કે, હે બાલા ! આવા પ્રકારના મનોહર વિદ્યાધરને વરવું શું ખોટું? આકાશગામિ વિદ્યાધર ક્યાં? અને ભૂમિચર કુમાર ક્યાં? આ બન્ને વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું અંતર કહેવાય. તથા દૌર્ભાગ્યવાળા, અંગારા જેવા શ્યામ અને નિર્ગુણી પુરુષોમાં શિરોમણિ એવા હરિવાહન ઉપર પતિત્વની બુદ્ધિ ન કર. કન્યાએ મનમાં વિચાર્યું કે, સંતપુરુષો કદાપિ પારકાના દોષો ગાય નહીં, પોતાના જ દોષો ગાય, તેથી આ જ હરિવહન (મારા પતિ) હોવા જોઈએ. આવું વિચારી બોલી કે, તમારા દર્શનથી મને લાગે છે કે “તમે જ હરિવાહન છો.”
આવા પ્રકારનો બન્નેનો જ્યાં વાર્તાલાપ ચાલે છે ત્યાં વાજિંત્રો બહુ જોરથી વાગતાં સંભળાયાં, કન્યાએ હરિવાહનને કહ્યું કે, તમે કોઈ સ્થાને ચાલ્યા જાઓ અથવા છુપાઈ જાઓ. કારણ કે તે જયંત વિદ્યાધર આવી રહ્યા છે. આ વાર્તા કરે છે તેટલામાં તો જયંત વિદ્યાધર આવી પહોંચ્યા અને રોષપૂર્વક કહે છે કે, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અને મારા અંતઃપુરમાં કેમ પ્રવેશ્યો છે? કુમારે હ્યું કે ભોગવતીનગરીના રાજા ઇન્દ્રદત્તનો હરિવાહના નામે હું પુત્ર છું. તમારી સાથે યુદ્ધ માટે આવ્યો છું. તૈયાર થઈ જાઓ. આવા વચનો સાંભળી વિદ્યાધરે ગુસ્સાપૂર્વક કુમાર સાથે યુદ્ધ શરૂ કર્યું. રામરાવણની જેમ આ બન્નેનું યુદ્ધ થયું. કુમારે વિદ્યાધરની તલવાર ભાંગી નાખી, બાંધી ભૂમિ ઉપર પછાડયો. પરાજય પામેલા તે વિદ્યાધરે કહ્યું કે, હે કુમાર! આવા વીરપુરુષના ચરિત્ર વડે મારું મન અને રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org