Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૭
પરંતુ રાજાને ઘેર બકરો વિષ્ટામાં મલોત્સર્ગ જ કરે છે. ફરીથી તે બકરો માતંગને ત્યાં બાંધ્યો. તો વિષ્ટામાં રત્નો મૂકે છે. આ જોઈને અભયકુમારે જાણ્યું કે આ કોઈ દૈવિક પ્રભાવ છે. તેવી જ રીતે અભકુમારના કહેવાથી દેવે વૈભારગિરિ ઉપર રથને જવા આવવાનો માર્ગ કરી આપ્યો. અભયકુમારના કહેવાથી નગરની બહારના ભાગમાં સુવર્ણનો કિલ્લો કરી આપ્યો. તથા નીચા કુલના પુરુષોના સ્નાન માટે સુંદર જળાશય કરી આપ્યું. તેથી રાજાએ તે મેતાર્યને દૈવિક પવિત્ર જલાશયમાં સ્નાન કરાવી પોતાની પુત્રી પરણાવી. કારણ કે મોટા માણસો પ્રાણાને પણ પ્રતિજ્ઞાભંગ કરતા નથી. તેથી પૂર્વે નક્કી કરેલી આઠ શ્રેષ્ઠી કન્યાઓને પણ તેમના માતા-પિતાએ પરણાવી. એમ નવા
ન્યાઓ સાથે મનોહર વિષયસુખને મેતાર્ય ભોગવે છે. મિત્રદેવ પાસે બાર વર્ષ સંસારમાં રહેવાની મેતાર્યો યાચના કરી. પરંતુ ખુશ થયેલા મિત્રદેવે તેને ચોવીસ વર્ષની છૂટ આપી. ચોવીસ વર્ષ સુધી નવ કન્યાઓ સાથે મેતાર્યે દિવ્યસુખો અનુભવ્યાં. પરંતુ રોગોની જેમ ભોગોથી તે કાળક્રમે કંટાળ્યો. સંસારથી ઉદ્વેગ પામેલા મેતાર્યો નવે કન્યાઓ સાથે પરિણીત જીવનનાં ચોવીસ વર્ષ પસાર કરીને પ્રવજ્યા સ્વીકારી. ચક્રવર્તી રાજા જેમ નવનિધિ પ્રાપ્ત કરે તેમ આ મેતાર્ય મુનિએ ગુરુ પાસેથી નવ પૂર્વોનો અભ્યાસ કરી મોહરાજાનો વિજય પ્રાપ્ત કર્યો.
રાજગૃહી નગરીમાં એક સુવર્ણકાર (સોની) પાસે શ્રેણિક મહારાજા દરરોજ એકસો આઠ સોનાના જવ ઘડાવે છે. તે સોની દરરોજ ઘડીને રાજાને આપે છે તે એકસો આઠ સોનાના જવનો શ્રેણિક રાજા જિનેશ્વર પરમાત્મા પાસે પ્રતિદિન સ્વસ્તિક કરે છે. એક વખત આ મેતાર્ય મુનિ વિહાર કરતા કરતા આ જ નગરીમાં પધાર્યા અને આહાર અર્થે આ સુવર્ણકારને ઘેર આવ્યા. તે સમયે આ સુવર્ણકાર સુવર્ણના જવ ઘડીને ત્યાં જ જવ ખુલ્લા મૂકીને આહાર વહોરાવવા આદિ કોઈ પણ પ્રયોજનથી ઘરમાં ગયો. ત્યારે તેના જ આંગણામાં ક્રીડા કરતો ક્રૌંચ પક્ષી આ કંઈક ભક્ષ્ય પદાર્થ છે, એમ સમજી તે જવ મુનિ દેખતે જીતે ગળી ગયો. ઘરમાંથી બહાર આવેલા સુવર્ણકારે તે જવ ન દેખવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org