________________
૧૪પ નથી. તમે બહુ સારું રાજ્ય કર્યું. મુનિચંદ્ર રાજા ઝંખવાણો થયો. સાગરચંદ્રમુનિએ કહ્યું કે, જો વીતરાગ પરમાત્મા પ્રણીત પ્રવજ્યા પ્રાપ્ત કરે તો જ હું તેઓને નિરોગી કરૂં .રાજપુત્ર અને પુરોહિત-પુત્રે પ્રવ્રયા લેવાનું વચન આપ્યું. એટલે તેઓને નિરોગી દેહવાળા અને સ્વસ્થ શરીરવાળા કર્યા. બન્નેને દીક્ષા આપી મુનિએ અન્યત્ર વિહાર કર્યો. રાજપુત્રે મનમાં વિચાર્યું કે આ સાગરચંદ્રમુનિએ મને છળ-કપટથી વચનબદ્ધ કરી દીક્ષા આપી છે. જૈનધર્મી લોકો આવા જ હોય છે. એમ ધર્મ ઉપર દુર્ગછા તિરસ્કાર કરતો મિત્રના સ્નેહથી તપ કરે છે. બન્ને મરીને સ્નેહવાળા હોવાથી એક જ દેવલોકમાં દેવપણે જન્મે છે. બન્ને દેવો પરસ્પર પ્રતિજ્ઞા કરે છે કે જે પ્રથમ વે તેને બીજાએ પ્રતિબોધ કરવો.
હવે પુરોહિતનો પુત્ર કે જે જૈનધર્મ ઉપર અપ્રીતિવાળો હતો તે પ્રથમ આવીને રાજગૃહીનગરમાં શ્રેણિકરાજાના રાજ્યમાં ધર્મ ઉપરની દુર્ગછાથી બાંધેલા કર્મના કારણે મતની ભાર્યાની કુક્ષિમાં (ચંડાલની ભાર્યાની કુક્ષિમાં) ઉત્પન્ન થયો તથા તે જ ગામમાં ધનસાર્થવાહને નિંદુ” નામની સ્ત્રી હતી. તેના પુત્રો મરણ પામેલા હોવાથી ઉદાસ હતી. નિંદુ અને મતની સ્ત્રીને મિત્રતા હતી. તેથી તેણીએ નિંદુને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. નિંદુએ પુત્રના અભાવથી ઉદાસ છું એમ કહ્યું. મેતની પત્નીએ ક્યું કે, હે બહેન ! મને જો પુત્ર જન્મશે તો તે હું તને આપીશ. કાળાન્તરે મેતની પત્નીને પુત્ર જન્મ્યો અને નિંદુને મરેલી પુત્રી જન્મી, આપેલા વચન પ્રમાણે નિંદુએ મરેલી
ન્યા ત્યાં મોકલી. આ જન્મેલા બાળકને પોતાના નિકટના માણસોની સાક્ષિપૂર્વક લવરાવ્યો. મેતની પત્નીએ નિંદુને પ્રેમપૂર્વક કહ્યું કે, હે બહેન ! આ બાળકનું નામ “ખેત કાર્યકમેતાર્થ રાખજે. ધન સાર્થવાહને ઘેર નિંદુના લાલન-પાલન સાથે આ મેતાર્ય મોટો થાય છે.
મેતાર્ય જ્યારે “યુવાવસ્થામાં આવ્યો ત્યારે ધનશ્રેષ્ઠીએ ઉત્તમકુલની આઠ કન્યાઓ સાથે તેના પાણિગ્રહણનું નક્કી કર્યું. હવે પૂર્વભવના મિત્રદેવે તેને પ્રતિબોધ કરવા માટે નીચેના ઉપાયો કર્યા. જ્યારે શ્રેષ્ઠ ઘોડા ઉપર ચડી સુંદર શણગાર યુક્ત અને પોતાના પરિજનોથી પરિવરેલો આ મેતાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org