Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૪ તે નગરીમાં પોતાને તપારાધન કરવું છે. એટલે સંઘને પૂછે છે કે આ ગામમાં આ તપારાધન કરવામાં કોઈ વિઘ્ન તો નથી ને ? સંઘે કહ્યું કે, આ ગામના રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર એમ બે મિત્રો ધર્મીને વિદ્ધ કરનારા છે. એટલે સાગરચંદ્રમુનિ લોકોએ રોકવા છતાં પુરોહિતના ઘરે ગયા. મોટા-મોટા અવાજે ધર્મલાભ કહેવા લાગ્યા. તે સાંભળી ધર્મની ક્રુર મશ્કરી કરનારા બન્ને મિત્રો ત્યાં આવ્યા. બળાત્કારે ઘરમાં મુનિને લઈ જઈ કહેવા લાગ્યા કે, હે મુનિ ! અમારી સામે તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ કહ્યું કે વાજીંત્રોના તાલ વિના નૃત્ય શક્ય નથી. માટે તાલ આપો તો હું નૃત્ય કરું. બન્ને મિત્રો તાળીઓના ગડગડાટથી તાલ આપવા લાગ્યા અને મુનિ (તેઓના બોધપાઠ માટે) નાચવા લાગ્યા. તાલ બરાબર ન આવવાથી મુનિ આ બન્ને મિત્રો ઉપર ગુસ્સે ભરાયા અને કહેવા લાગ્યા કે, હે મૂઢ મિત્રો ! તાલનો ભંગ કેમ કરો છો ! તમારા માતા-પિતાએ તાલ પણ શું ભણાવ્યો નથી ! જો આટલી કલા આવડતી નથી તો બીજું શું આવડતું હશે ! આવા ઠપકાથી બન્ને મિત્રો ક્રોધપૂર્વક મુનિને હણવા જાય છે તેટલામાં મુનિ તે બન્ને મિત્રોના અંગઉપાંગો મરડીને શરીર અસ્તવ્યસ્ત કરીને વનમાં ચાલ્યા ગયા. બન્ને મિત્રોના શરીરની અક્ષમતાની વાત ગામમાં વિજળીવેગે ફેલાઈ ગઈ.
રાજા આ સાંભળીને ચિંતાતુર થયો છતો ત્યાં આવ્યો. પોતાના અને પુરોહિતના પુત્રની દયાજનક પરિસ્થિતિ જોઈને આચાર્ય મહારાજના ઉપાશ્રયે રાજા આવ્યો. સૂરિજીને નમન કરી મિત્રો વતી વારંવાર ક્ષમા માગી તેઓના દેહને સક્ષમ કરવા વિનંતિ કરી. સૂરિજીએ કહ્યું કે આ કાર્ય
અમે ક્યું નથી. તથા તે દેહને સક્ષમ કરે એવા વિદ્યાસંપન્ન મુનિઓ - અમારામાં કોઈ નથી. તેથી કોઈ પ્રાહુણા (મહેમાન) સાધુ આવ્યા હશે. અને તેઓએ કર્યું હશે. રાજાએ પુરી તપાસ કરાવી અને પોતે વનમાં ગયો. સાગરચંદ્ર મુનિને ઓળખી લજ્જાવાળો થયો. પોતાના પુત્રના અપરાધની ક્ષમા માગી સક્ષમ કરવા વિનંતિ કરી. સાગરચંદ્ર મુનિએ કહ્યું કે, ચંદ્રાવતંસક રાજાના વંશમાં તમે ઘણી નામના મેળવી કે જે સંયમમાં અને ત્યાગ-તપમાં ઉદ્યમી સાધુઓને વિઘ્નો કરતા પુત્રોને રોકતા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org