Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૬ આઠ કન્યાને પરણવા નીકળે છે. અને આ વરઘોડો-વાજતે-ગાજતે રાજમાર્ગ ઉપર આવે છે. ચારે બાજુ સેંકડો લોકો આ વરઘોડો જોવા રાજમાર્ગો ઉપર ગોઠવાયા છે. ત્યારે આ મિત્રદેવે તેના મૂળ પિતા મેતના (ચંડાલના) શરીરમાં પ્રવેશ કર્યો. અને તેની બાજુમાં ઉભેલી પોતાની પત્નીને લોકો સાંભળે તેમ ઉંચા અવાજે કહેવા લાગ્યો કે જો તે આપણી છોકરી મરી ન હોત તો આ મેતાર્યની જેમ હું પણ તેનું પાણિગ્રહણ (લગ્ન) ઉજવત. સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોવાથી તે સ્ત્રી બોલી કે, તમે રડો નહીં, ઉદાસ થાઓ નહીં. કારણકે “આ મેતાર્ય પણ તમારો જ પુત્ર છે. એમાં કંઈ સંદેહ નથી” આવું સાંભળી પત્ની પાસેથી સઘળી સાચી વાત જાણી શોષાયમાન થયેલો તે દેવાધિષ્ઠિત શરીર હોવાથી તે મેતાર્યને પગથી પકડીને ઘોડા ઉપરથી પછાડે છે. અને જોરથી બોલે છે કે. હે પાપી ! ચંડાલકુલમાં જન્મેલા હોવા છતાં ઉત્તમકુલમાં જન્મેલા લોકોને તું મલીન કરે છે ! એમ બોલી હાથે પડી મોટા ખાડામાં નાખે છે. દીન મુખવાળા મેતાર્યને જોઈ મિત્રદેવ દૈવિકરૂપ કરે છે. અને કહે છે કે, તું પ્રતિબોધ પામ. મેતાર્ય કહે છે કે, પ્રથમ તું મારૂં “જાતિમાલિન્ય” દૂર કર પછી તારા કહેલા ધર્મ ઉપર હું પરમ આદર કરીશ.
મિત્રદેવે કહ્યું કે, કેવી રીતે તારું કલંક દૂર કરૂં ? મેતાર્યો કહ્યું કે, શ્રેણિકરાજાની ન્યા સાથે મારું લગ્ન કરાવી આપ. મિત્રદેવે તેને એક બકરો આપ્યો. કે જે વિષ્ટામાં રત્નો મુકતો. તેથી મેતાર્યનો મૂલપિતા ચંડાલ) દરરોજ રત્નનો થાળ ભરી શ્રેણિકરાજાને ભેટશું ધરી પુત્ર માટે રાજકન્યાની માગણી કરતો. રાજા શ્રેણિક વડે તિરસ્કાર કરાવા છતાં અને લોકો વડે વારવા છતાં તે મૂલપિતા પ્રતિદિન રત્નોનો થાલ ભેટ ધરી કન્યારત્નની માગણી કરતો. એક વખત અભયકુમારે પૂછ્યું કે, હે માતંગ ! તારે ત્યાં દરરોજ આવાં રત્નો ક્યાંથી આવે છે ? માતંગે કહ્યું કે અમારે ત્યાં એક બકરો છે. જેની વિષ્ટામાં આવાં રત્નો હોય છે. તેથી અભયકુમારે કહ્યું કે, તું તે બકરો જ જો રાજાને આપી દે, તો રાજા તારા મનોરથ પૂરશે. અર્થાત્ રાજા રાજકન્યા આપશે. માતંગે પોતાનો બકરો રાજાને આપ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org