________________
૧૦૩ અને યક્ષને કહ્યું કે તું પણ મારી સાથે ચાલ, તથા મંદિરની બહાર પડેલા શીલા જેવા મોટા બે પત્થર પણ મંત્ર બલે યક્ષની પાછળ ચાલે એવો વિદ્યાનો પ્રયોગ કર્યો. આખું ગામ આ કૌતુક જોવા આશ્ચર્ય સાથે ત્યાં આવ્યું. મુનિ આગળ આગળ ચાલે છે અને પાછળ પાછળ યક્ષની મૂર્તિ અને તેની પાછળ બે મોટા પત્થર ચાલે છે. આ જોઈ રાજાએ ગુરુજીને વિનંતિ કરી કે આ મૂર્તિ અને પત્થરના ભારથી પ્રજા દબાઈ જશે અને મરી જશે માટે અમારા સર્વે ઉપર કૃપા કરી ક્રોધ ત્યજી દો અને આ જ્યાં છે ત્યાં જ રહેવા દો. ગુરુજીએ “તથાસ્તુ' કહી તેમ કર્યું. ત્યારબાદ ધર્મોપદેશ દ્વારા રાજાને, યક્ષને, બૌદ્ધના અનુયાયીઓને અને પ્રજાને જૈનધર્મથી વાસિત કર્યા.
એક વખત ભરૂચથી ગુરુજીને બોલાવવા સંઘે મોકલેલા કેટલાક સાધુ ગુડપુરનગર આવ્યા. ગુરુજીએ આવવાનું કારણ પૂછ્યું. ત્યાં આવેલા સાધુઓએ હ્યું કે, ભરૂચમાં આપણા નાના એક સાધુએ દ્રવ્યાનુયોગના માહામ્યવાળાં કેટલાંક આગમપત્રો વાંચ્યાં. તેનો અભ્યાસ કર્યો. તેમાંથી તેને “આકૃષ્ટિવિદ્યા” દૂર દૂર રહેલી વસ્તુને પણ આકર્ષી શકે તેવી વિદ્યા પ્રાપ્ત થઈ છે. કલ્પવૃક્ષની વેલડીતુલ્ય તે વિદ્યા દ્વારા દરરોજ મોદકાદિ સ્વાદિષ્ટ ભોજન મેળવીને વાપરતા તે મુનિને ગીતાએ વાર્યા અને ઠપકો આપ્યો. તેનાથી ક્રોધાયમાન થયેલા તે સાધુ જૈન ઉપાશ્રય છોડીને બૌદ્ધોના આશ્રમે ગયા છે. ત્યાં આ વિદ્યાના બળે કોઈના પણ ઘરે બનેલી સુંદર સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી આકાશમાર્ગે પાત્રો ભરીને લાવી પોતે જમે છે અને બૌદ્ધસાધુને જમાડે છે. આ રીતે તેનો મહિમા ઘણો વધારે છે. ગાડરીયા પ્રવાહમાં ખેંચાનારા અજ્ઞાની લોકો બૌદ્ધધર્મને અનુસરવા લાગ્યા છે અને જૈનધર્મની નિંદા કરે છે. ઘણા જૈનો પણ બૌદ્ધધર્મને અનુસરનારા થયા છે. તેથી કૃપા કરી ભરૂચ પધારો અને આપશ્રી વિદ્યા-મંત્રના બળવાળા છો તેથી આપત્તિ ટાળી જૈનશાસનની પ્રભાવના કરો. એવી સંઘની ઇચ્છા છે. આ સમાચાર જાણી ગુરુજી ગુડપુરનગરથી તુરત ભરૂચ આવ્યા. સ્વાદિષ્ટ ભોજન ભરીને પાછાં આવતાં પાત્રોને ગુરુજીએ આકાશમાં જ વિદ્યાના બળે મોટા પર્વતની શિલા વિદુર્વી તેની સાથે અફળાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org