________________
૧૦૯ અમે રાજ્યકાર્યમાં વ્યસ્ત છીએ. જ્યારે શિબિકામાં બેસીને રાજ્યસભામાં જતા હોઈએ ત્યારે પૂછજો. એટલે વ્યાખ્યાન કરીશું. રાજયસભામાં જવાનો સમય થયો. સિદ્ધસેનજી શિબિકામાં આરૂઢ થયા ત્યારે સિદ્ધસેનજીએ કહ્યું કે કહો તમારે શું પૂછવું છે! ત્યારે વૃદ્ધવાદીજીએ નીચે મુજબ એક શ્લોક કહી તેનો અર્થ સમજાવવા માટે સિદ્ધસેનજીને કહ્યું
अणहुल्लिय फुल्लम तोडहु, मा आरामरोवा मोडहु ।। मणकुसुमेहिं अच्चि निरंजणु, हिंडहि काई वणेणं वणु ॥
સિદ્ધસેનજી આ શ્લોકનો અર્થ સમજી-સમજાવી શકતા નથી તેથી વાત ઉડાડી નાખવા માટે કહેવા લાગ્યા કે આ ગાથા તો બહુ જ સુગમ છે. આમાં સમજાવવા જેવું છે શું ? બીજું કંઈક પૂછો. વૃદ્ધાવાદીજીએ કહ્યું કે, અમારા જેવાને તો આ જ ગાથા ઘણી વિષમ છે. તે જ સમજાવો. બરાબર ન સમજાવી શકવાથી વૃદ્ધવાદીજીએ જ કહ્યું કે આ શ્લોકનો અર્થ એવો છે કે – કલ્પવૃક્ષ તુલ્ય આ સંયમયોગ મળ્યો છે. તેનાં યમ અને નિયમો અને મૂલ છે. ધ્યાન એ થડ છે. સમભાવ એ સ્કંધ છે. કાવ્યો રચવાં, મધુરવાણી પ્રકાશવી, જનને પ્રતિબોધ કરવો ઇત્યાદિ ફુલો છે. કેવલજ્ઞાન એ ફળ છે તેથી ફૂલફળ આવ્યા વિના આ વૃક્ષને ન તોડો, ભાવિમાં કેવલજ્ઞાનરૂપી ફળવડે ફળવાળું બનશે. ફળ આવ્યા વિના તોડો નહીં. પાંચ મહાવ્રત એ એના રોપા છે તેને મરડો નહીં. ઉત્તમ વિચારોવાળા મનરૂપી પુષ્પો વડે નિરંજન એવા અરિહંતને પૂજો, ઋદ્ધિગારવમાં આસક્ત થઈને નિરર્થક એક વનથી બીજા વનમાં કેમ ભટક્યા કરો છો? આવો અર્થ સાંભળી શિબિકા ઉપરથી નીચે ઉતરી પોતાના ગુરુને બરાબર ઓળખી ક્ષમા માગી પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ પોતાના દુશ્ચરિત્રની આલોચના કરી સિદ્ધસેનજી વૈરાગ્યવાસિત બન્યા. ત્યારબાદ રાજાને કહીને ગુરુજી શ્રી વૃદ્ધવાદિસૂરિજીની સાથે સિદ્ધસેનદિવાકરસૂરિજીએ વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું. વૃદ્ધવાદીસૂરિ કાલગત થયા. સિદ્ધસેનદિવાકરસૂરિજી શ્રુતધર તરીકે પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org