Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૫ રાજા છે) તે ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ આપત્તિગતની વાત સાંભળીને તેનો ઉદ્ધાર કર્યા વિના જમતો નથી. તેણે દુઃખી લોકોના રક્ષણ માટે જલમાર્ગે અને સ્થલમાર્ગે પોતાના માણસો મોકલ્યા. “શૈલકુંડલમાં” ફસાયેલા પાંચસો વહાણ તથા તેમાં રહેલા માણસો ઘણા દુઃખી છે તેવા સમાચાર પોતાના માણસો દ્વારા આ રાજાએ જાણ્યા. પરંતુ શૈલકુંડલમાંથી વહાણો બહાર કેમ કાઢવાં? તેનો કોઈ ઉપાય મળતો નથી. રાજા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ભોજન કરતો નથી. બીજા દિવસે આ કામ કરવાનો પડહ વગડાવ્યો. જે કોઈ આ કામ કરશે તેને રાજા એક લાખ સોનામહોરનું ધન આપશે.
એક વૃદ્ધપુરુષે આ પડહ ઝીલ્યો. રાજા ખુશ થયો. રાજા પાસેથી ધન લઈને પોતાના પુત્રોને આપીને વહાણ દ્વારા શૈલકુંડલમાં તે આવ્યો. અને નાગદત્તને તથા તેઓના સર્વ માણસોને તે કહેવા લાગ્યો કે આ પર્વતના ઉંચા શિખર ઉપર એક સુંદર દેવમંદિર છે. તેમાં એક મોટી ઢક્કા (ઘંટ) છે. તે વગાડવાથી આ ગુફામાં તેનો અવાજ સો ગણો વધારે સંભળાય છે. તેથી આકુળ-વ્યાકુલ થયેલાં આ પર્વત ઉપર બેઠેલાં અને સુતેલાં ભારંડપક્ષીઓ ઉડે છે. તેઓની પાંખોના વેગવાળા પવનથી આ વહાણો ગુફામાંથી બહાર આવશે. પરંતુ ઘંટ વગાડવા ઉપર ચડેલ માણસ ભૂખ-તરસથી પીડાતો મૃત્યુ પામશે. આ સાંભળીને ઘંટ વગાડવા ઉપર ચડવા કોઈ તૈયાર થતું નથી. શ્રી નાગદત્ત તે વૃદ્ધપુરુષને કહે છે કે હે વૃદ્ધ ! તમે જ આ કામ કરોને ! તમારું હવે થોડું જ આયુષ્ય બાકી છે. તો શેષજીવનને બદલે નિર્મળયશ પ્રાપ્ત કરોને ! વૃદ્ધ પુરુષ કહે છે કે હે બાલ! જો આ કાર્ય નિર્મળયશ આપનાર છે. તો તમે જ કેમ કરતા નથી! તમે તો આ સર્વ સાર્થને સાથે લાવ્યા છો. તેને બચાવવો એ તો તમારો ધર્મ છે. આવું મર્મવચન સાંભળી પરોપકારપરાયણ એવો નાગદત્ત પર્વત ઉપર ચડવા તૈયાર થયો. બધો જ સાર્થ સ્વસ્થ થયો. નાગદત્તે પર્વતના શિખર ઉપર ચડી તે ઢક્કા વગાડી. તેના પ્રબળ અવાજથી અને ગુફામાં પડેલા પડઘાથી ભારંડપક્ષીઓ ઉડ્યાં, તેઓની પાંખોના પવનથી વહાણો ગુફામાંથી બહાર આવ્યાં અને સિંહલદ્વીપમાં પહોંચ્યાં ત્યાંના રાજા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org